યુરોપના દેશોમાં કોરોનાના નવા કેસોમાં ઉછાળાને પગલે વિવિધ દેશો નવા નિયંત્રણો લાદી રહ્યા છે. ગુરુવારે યુરોપમાં કુલ કેસ 4,301,247 થયા હતા અને મૃત્યુઆંક વધીને 197,075 થયો હતો.
યુરોપિયન સેન્ટ્ર ફોર ડિઝીઝ પ્રિવેન્શનલ એન્ડ કંટ્રોલના જણાવ્યા અનુસાર યુરોપમાં ઇન્ફેક્શન રેટમાં વધારો થઈ રહ્યો છે. ગયા સપ્તાહે આશરે 700,000 નવા કેસ નોંધાયા હતા, જે સાપ્તાહિક ધોરણે 36 ટકાનો વધારો છે.
ફ્રાન્સમાં બુધવારે જાહેરાત કરવામાં આવ્યું હતું કે મોટા શહેરોમાં કરફ્યુ દાલવામાં આવશે. શુક્રવારથી રાત્રીના 9 વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી ગ્રેટર પેરિસ રિઝનમાં ચાર સપ્તાહનો કરફ્યુ લાદવામાં આવશે. આ ઉપરાંત બીજા આઠ શહેરોમાં માટે પણ કરફ્યુની જાહેરાત કરવામાં આવી છે. બુધવારે ઇટલીમાં 7,300 નવા કેસ નોંધાયા હતા. તેનાથી કુલ કેસ વધીને 372,799 થયા હતા. ઇટલીમાં મૃત્યુઆંક પણ વધીને 36,289 થયો છે. ઇટલીમાં સ્પોર્ટ્સ, સ્કૂલ પ્રોગ્રામ, બાર, રેસ્ટાંરા માટે નવા નિયંત્રણો મૂકવામાં આવ્યા છે.