અમેરિકાની અંડરવેર બ્રાન્ડ જોકી ઇન્ટરનેશનલના ભારતીય ભાગીદાર પેજ ઇન્ડસ્ટ્રીઝ સામે તેની એક ફેક્ટરીમાં માનવ અધિકારના કથિત ઉલ્લંઘન બદલ અમેરિકાની એપેરલ ઇન્ડસ્ટ્રીની નિયમનકારી સંસ્થાએ તપાસ ચાલુ કરી રહી છે.
અમેરિકા સ્થિત વર્લ્ડવાઇડ રિસ્પોન્સિબલ એક્રેડિટેડ પ્રોડક્શન ((WRAP)એ બેંગલોર સ્થિત પેજ ઇન્ડસ્ટ્રીની એક ફેક્ટરીના સંદર્ભમાં તપાસ ચાલુ કરી છે. પેજ ઇન્ડસ્ટ્રીઝ ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ અને યુએઇમાં જોકી ઇન્ટરનેશનલની બ્રાન્ડેડ પ્રોડક્ટ્સના ઉત્પાદન, વિતરણ અને માર્કેટિંગનું લાઇસન્સ ધરાવે છે.
આ ગતિવિધીને પુષ્ટી આપતા WRAPના પ્રવક્તાએ જણાવ્યું હતું કે નોર્વેના ગવર્નમેન્ટ ઓફ પેન્શન ફંડની ફરિયાદને પગલે ભારતીય કંપની સામે તપાસ ચાલુ કરવામાં આવી છે. દરમિયાન જોકી ઇન્ટરનેશનલે જણાવ્યું હતું કે પેજ ઇન્ડસ્ટ્રીઝ અંગેના WRAPના અહેવાલ પર તે દેખરેખ રાખી રહી છે. જોકે કંપનીે જણાવ્યું હતું કે પેજ ઇન્ડસ્ટ્રીઝનો ટ્રેક રેકોર્ડ આવા આક્ષેપનો વાજબી ઠેરવે તેવો નથી.