ગુજરાતમાં હવે વિદેશથી આવતા પ્રવાસીઓને એરપોર્ટથી ક્વોરન્ટીન કરવામાં નહીં આવે. સરકારે મંગળવારે એક પરિપત્ર જારી કરીને જણાવ્યું હતું કે વિદેશથી આવતા મુસાફરોને 7 દિવસના ઇન્સ્ટિટયુશનલ ક્વોરન્ટીનની જે વ્યવસ્થા ચાલી રહી હતી એને હવે રદ કરવામાં આવી છે. આ પહેલાં વિદેશથી આવતા મુસાફરોને સરકારી સેવા અથવા તો હોટલોમાં 7 દિવસ ક્વોરન્ટીન કરવામાં આવતા હતા.
પ્રવાસ પહેલાંના 96 કલાકમાં RT-PCR રિપોર્ટ નેગેટિવ હશે તેવા પ્રવાસીઓ સીધા ઘરે જઈ શકશે. આ ઉપરાંત પ્રેગ્નેન્ટ વુમન, માનસિક બીમારી અને 10 વર્ષથી નાની ઉંમરનાં બાળકો સાથે આવતા મુસાફરોએ બોર્ડિંગના 72 કલાક પહેલાં જવું હશે તો તેમને સીધા જ 14 દિવસ હોમ ક્વોરન્ટીન હેઠળ જવા દેવામાં આવશે. તેવી જ રીતે પ્રવાસ પહેલાં 96 કલાકમાં RT-PCR નેગેટિવ રિપોર્ટ ધરાવતા મુસાફરોને પણ 14 દિવસનું હોમ ક્વોરન્ટીન મળશે. આ પરિસ્થિતિ સિવાય જેમને 14 દિવસ હોમ ક્વોરન્ટીનની પરવાનગી મળી ન હોય તેવા પેસેન્જરનું એરપોર્ટ ઉપર જ મેડિકલ ચેક-અપ થશે.