ભારતીય લક્ઝરી સિલ્ક ફર્મ નલ્લી સિલ્ક્સ દ્વારા આ વર્ષના અંતમાં વ્યસ્ત લગ્ન અને ઉત્સવની મોસમની આગળની માંગને પહોંચી વળવા માટે યુકેના આંતરરાષ્ટ્રીય વેપાર વિભાગ (ડીઆઈટી)ના સમર્થનથી લંડનમાં પોતાનો યુકેનો પ્રથમ સ્ટોર ખોલ્યો છે. નલ્લી સિલ્ક્સની સાડીઓ અગાઉ કિંગ જ્યોર્જ પાંચમા અને ક્વીન એલિઝાબેથ બીજાને ભેટ આપવામાં આવી હતી.
આશરે £300,000ના રોકાણ અને 8 સ્ટાફના સભ્યો સાથે વેમ્બલીમાં 2,500 ચોરસફૂટ વિસ્તારમો આ સ્ટોર ખોલાયો છે અને કંપની, યુકેના ગ્રાહકોને સેવા આપવા માટે લંડન અને બર્મિંગહામમાં વધુ સ્ટોર્સ ખોલશે તેવી અપેક્ષા છે. યુ.એસ., સિંગાપોર અને કેનેડામાં તેના સ્ટોર્સ છે. ચેન્નાઇ અને લંડનમાં ડીઆઈટી અધિકારીઓએ છેલ્લા 18 મહિના દરમિયાન મુલાકાત કરી માર્ગદર્શન આપ્યું હતું.
ઇન્વેસ્ટમેન્ટ મિનીસ્ટર ગેરી ગ્રીમસ્ટોને કહ્યું હતું કે “યુકેમાં હાજર અનેક ભારતીય કંપનીઓની વાઇબ્રન્ટ કેડરમાં નલ્લી સિલ્કને આવકારતાં મને આનંદ થાય છે, જે આ ક્ષેત્રમાં તમામ ક્ષેત્રોમાં નોકરીને ટેકો આપે છે. હું તેમની સતત સફળતાની રાહ જોઉ છું.”
કંપનીના વાઇસ ચેરમેન રામનાથ નલ્લીએ કહ્યું હતું કે “યુકેમાં રહેતા અમારા દક્ષિણ એશિયાના ગ્રાહકો અમારા ઉત્સાહી સમર્થકો છે. અમે લગભગ દર અઠવાડિયે અમે ભારતમાં અમારા ફ્લેગશિપ સ્ટોર્સમાં યુકેના ગ્રાહકોને આવકારીએ છીએ. ચેન્નાઇમાં 1928 માં સ્થપાયેલી, નલ્લી પરંપરામાં પથરાયેલી એક બ્રાન્ડ છે.