નોર્થ વેસ્ટ લંડનના બ્રેન્ટફોર્ડમાં રહેતા એક યુવાને પોતાની પત્ની પૂર્ણા કમેશ્વરી શિવરાજ (ઉ.વ. 36)ને છરીથી ઇજા કરીને અને પોતાના 3 વર્ષના પુત્ર કૈલાશ કુહા રાજનું ગળું દબાવી હત્યા કરી જાતે છરી મારી આમહત્યા કરી લીધી હોવાનું પોલીસ અધિકારીઓ માની રહ્યા છે.
પોલીસે તેના ઘરમાં બળજબરીથી પ્રવેશ કર્યો ત્યારે ગત મંગળવારે તા. 6ના રોજ બ્રેન્ટફર્ડના તેમના ફ્લેટમાંથી પૂર્ણા કામેશ્વરી શિવરાજ અને કૈલાસ કુહા રાજના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે પતિ કુહા રાજ સીથામપરાનાથન (ઉ.વ. 42)નું છાતીમાં છરીનો ઘા વાગતા મોત નીપજ્યું હતું. આ કેસ ઇન્ડીપેન્ડન્ટ ઓફિસ ફોર પોલીસ કન્ડક્ટને તપાસ માટે રિફર કરાયો છે.
પોલીસને તા. 4 ઑક્ટોબરના રોજ પરિવારના કલ્યાણ માટે ચિંતા કરતો કોલ મળ્યો હતો. અધિકારીઓ તા. 5 ઓક્ટોબર દરમ્યાન અનેક વાર સરનામા પર ગયા હતા પરંતુ તેમને કોઈ જવાબ મળ્યો ન હતો. જેથી પડોશીઓ સાથે વાત કરીને ચિંતા વધતા ઘરમાં પ્રવેશ માટે દબાણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ડેટેક્ટીવ ચિફ ઇન્સ્પેક્ટર સાયમોન હાર્ડિંગે કહ્યું હતું કે “અમારી પ્રારંભિક પૂછપરછમાં સ્થાપિત થયું છે કે પૂર્ણા અને કૈલાસ થોડા સમયથી જોવા મળ્યા ન હતા. સોમવાર, તા. 21 સપ્ટેમ્બરની આસપાસ પૂર્ણા અને તા. 24 સપ્ટેમ્બર, ગુરુવારની આસપાસથી કૈલાસ જોવા મળ્યા હતા.”
પોસ્ટ મોર્ટમ તપાસમાં શ્રીમતી શિવરાજ છરીના ઘા વાગવાથી મૃત્યુ પામ્યા હતા અને તેમનો પુત્રનું ગળા પર દબાણથી મૃત્યુ થયું હતું.