છેલ્લાં કેટલાંક વર્ષોથી ઉપયોગમાં સતત ઘટાડાને પગલેય યાહુએ 15 ડિસેમ્બરથી યાહુ ગ્રૂપ્સને બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. 2017માં યાહુને ખરીદનારી કંપની વેરિઝોને મંગળવારે આ જાહેરાત કરી હતી. તેનાથી તેના સમયની સૌથી મોટી મેસેજ બોર્ડ સિસ્ટમ્સનો 20 વર્ષ બાદ અંત આવશે.
યાહુ ગ્રૂપ્સ સર્વિસિસ 2001માં લોન્ચ કરવામાં આવી હતી અને તે રેડિટ, ગૂગલ ગ્રૂપ્સ અને ફેસબુક ગ્રૂપ્સ જેવા નવા પ્લેટફોર્મની સ્પર્ધાનો સામનો કરી શકી ન હતી. 12 ઓક્ટોબરથી નવા ગ્રૂપ્સની રચના થઈ શકશે નહીં. 15 ડિસેમ્બરથી યુઝર્સ યાહુ ગ્રૂપમાંથી મેઇલ મોકલી કે મેળવી શકશે નહીં. જોકે યાહુ મેઇલ રાબેતા મુજબ ચાલુ રહેશે.