બાંગ્લાદેશમાં બળાત્કારના આરોપીને ફાંસીની સજા થશે. બાંગ્લાદેશના પ્રધાનમંડળે આ અંગેની દરખાસ્તને સોમવારે બહાલી આપી હતી. બળાત્કારના બનાવો વધતાં દેશભરમાં એની સામે વિરોધને પગલે સરકારે આ નિર્ણય કર્યો હતો.
કાયદા પ્રધાન અનિસૂલ હકે જણાવ્યું હતું કે પ્રેસિડન્ટ મંગળવારે એક વટહુકમ જારી કરશે. અગાઉ બાંગ્લાદેશમાં બળાત્કારીને વધુમાં વધુ જનમટીપની સજા થતી હતી. બાંગ્લાદેશના માનવ અધિકાર સંઘના એક રિપોર્ટ મુજબ દેશમાં છેલ્લાં થોડાં વરસમાં બળાત્કારની ઘટનાઓમાં મોટો વધારો થયો છે. ચાલુ વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર વચ્ચે એક હજાર બળાત્કાર થયા હતા.