કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડોક્ટર હર્ષવર્ધને મંગળવારે જણાવ્યું હતું કે કહ્યું કે આગામી વર્ષની શરૂઆતમાં કોરોના વાઇરસની વેક્સિન ઉપલબ્ધ થવાની ધારણા છે અને એક કરતાં વધુ સ્રોત પાસેથી વેક્સિન મળી શકે છે.
પ્રધાનોના જૂથની બેઠક દરમિયાન હર્ષવર્ધને જણાવ્યું હતું કે અમારી ધારણા છે કે આગામી વર્ષના પ્રારંભમાં આપણી પાસે એક કરતાં વધુ સ્રોત પાસેથી વેક્સિન ઉપલબ્ધ થઈ શકે છે. અમારું નિષ્ણાત ગ્રૂપ દેશમાં વેક્સીનના વિતરણ અંગેની યોજના બનાવી રહ્યું છે. હાલમાં દેશમાં કોરોના વાઇરસની ચાર વેક્સિન પ્રિ-ક્લિનિકલ ટ્રાયલના અંતિમ તબક્કામાં છે. પ્રધાને અગાઉ જણાવ્યું હતું કે કોરોનાની વેક્સિન 2021ના પ્રથમ ક્વાર્ટરમાં ઉપલબ્ધ થવાની ધારણા છે.