ઉદય શંકરે ગ્લોબલ મીડિયા એન્ડ એન્ટરટેઇનમેન્ટ ગ્રૂપ વોલ્ટ ડિઝની કંપનીમાંથી 31 ડિસેમ્બર 2020ની અસરથી રાજીનામુ આપ્યું છે. ગ્રૂપમાં તેઓએ સ્ટાર ઇન્ડિયા અને એશિયા પેસિફિકને હેડ કરી રહ્યા હતા. ઉદય શંકર સ્ટાર ઇન્ડિયામાં ચેરમેન પદ તેમજ સ્ટાર એશિયા પેસિફિકમાં તે પ્રેસિડેન્ટ તરીકે કાર્યરત હતા. ઉદય શંકરે તેમના પોતાના ઉદ્યોગસાહસિકતા માટે ગ્રૂપમાંથી રાજીનામું આપ્યું છે.
ડીઝનીના ડાયરેક્ટ ટુ કન્ઝ્યુમર એન્ડ ઇન્ટરનેશનલ સેગમેન્ટના ચેરમેન રેબેકા કેમ્પબેલે જણાવ્યું હતું કે ઉદય શંકર વોલ્ટ ડીઝની કંપની APACના પ્રેસિડન્ટ તથા સ્ટાર એન્ડ ડીઝની ઇન્ડિયાના ચેરમેન તરીકે 31 ડિસેમ્બર 2020ની અસરથી રાજીનામું આપશે. ઉદય શંકર 2006માં ન્યુઝ ડાયરેક્ટર તરીકે સ્ટાર ન્યુઝમાં જોડાયા હતા.