ઉત્તર પ્રદેશના ઋષીકેશમાં યોગ શીખવા આવેલી અમેરિકાની 37 વર્ષીય મહિલાએ પોતાના પર વારંવાર રેપ થયો હોવાની પોલીલ ફરિયાદ નોંધાવી છે, એમ ગુરુવારે પોલીસે જણાવ્યું હતું. આ ઘટના પાંચ ઓક્ટોબરની છે અને હાલમાં પોલીસ તપાસ ચાલુ છે.
આ મહિલાએ તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે એક યુવાને તેની સાથે મિત્રતા કેળવી હતી અને યોગનો શોખ હોવાનો ઢોંગ કર્યો હતો. આ પુરુષ બાલ્કનીમાંથી તેના રૂમમાં ઘુસ્યો હતો અને પાંચ ઓક્ટોબરે તેના પર બળાત્કાર કર્યો હતો.
આ મહિલાએ જણાવ્યું હતું કે તે થોડા દિવસ પહેલાં યોગ શીખવા ઋષીકેશ આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ આ મહિલાને નશો કરવાનું અને યોગ શીખવાનું ગમતું હતું એટલે ઋષીકેશ આવી હતી. આ મહિલાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે અભિનવના પિતા મારા પર આ કેસ પાછો ખેંચી લેવાનું દબાણ કરી રહ્યા હતા. આ મહિલા અભિનવ રોયના સંપર્કમાં કેવી રીતે આવી અને ખરેખર આ ઘટના કેવી રીતે આકાર પામી એની વિગતો હજુ જાણવા મળી નહોતી.