12 ચૂંટણી રાજ્યોમાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે કોરોના વાઈરસની ગાઈડલાઈનમાં ગુરુવારે મહત્વપૂર્ણ ફેરફાર કર્યો હતો. સરકારે રાજકીય રેલીઓને તાત્કાલિક અસરથી મંજુરી આપી દીધી છે. આ અગાઉ ગૃહ મંત્રાલયે 15 ઓક્ટોબર બાદથી ચૂંટણી યોજાનારા રાજ્યોમાં રેલીઓને મંજુરી આપી હતી.
નવા આદેશ પ્રમાણે મહામારી દરમિયાન માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય કે રાજ્ય રાજકિય દળો માટે મહત્તમ 30 સ્ટાર પ્રચારકો અને બિન માન્યતા પ્રાપ્ત રજિસ્ટર્ડ રાજકિયદો માટે 15 સ્ટાર પ્રચારકોની સંખ્યા નિર્ધારિત કરવામાં આવી છે. આ પહેલા કોરોના કાળમાં ચૂંટણી યોજવાને લઈને આયોગે 21 ઓગસ્ટના વિસ્તૃત દિશાનિર્દેશ જાહેર કર્યાં હતા.
ચૂંટણી પંચે તાજેતરમાં ઘણાં રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત કરી હતી. આ ચૂંટણીમાં મુખ્યત્વે વિધાનસભાની કેટલીક બેઠકો પર પેટાચૂંટણી અને એક સીટ પર લોકસભાની પેટાચૂંટણી સામેલ છે. બિહારમાં 28 ઓક્ટોબરથી ત્રણ તબક્કામાં મતદાન થશે. આ સિવાય તેલંગણા, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, ઝારખંડ, છત્તીસગઢ, મણિપુર, નાગાલેન્ડ અને ઓડિશામાં વિધાનસભાની પેટાચૂંટણીઓ યોજાવાની છે. ચૂંટણી પરિણામ 10 નવેમ્બરે આવશે. કોરોના મહામારીના સમયમાં બિહારમાં પહેલી ચૂંટણી છે. ચૂંટણીની તારીખો નક્કી થઈ ચુકી છે. આ વખતે 28 ઓક્ટોબરથી ત્રણ નવેમ્બર સુધી ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે. ચૂંટણીનું પરિણામ 10 નવેમ્બરે આવી જશે.