જિનેટિક સ્ક્રીઝર્સની શોધ માટે બે મહિલા વિજ્ઞાનીએ ચાલુ વર્ષ માટેનું કેમેસ્ટ્રીનું નોબેલ પ્રાઇઝ જીત્યું છે. જિનેટિક સ્ક્રીસર્સના માનવ સેલમાં તૂટેલા જિને કાપીને તેને ફિક્સ કરી શકે છે અને તેનાથી જીવનના કોડ બદલાઈ શકે છે. તેનાથી કેન્સરની સારવારમાં મદદ મળશે અને વારસાગત બિમારીની સારવારની આશા જાગી છે.
ફ્રાન્સના વિજ્ઞાની ઇમેન્યુઅલ કારપેન્યિર અને અમેરિકન વિજ્ઞાની જેનિફર ડુડનાને સરખાભાગે 1.1 મિલિયન ડોલરનું આ ઇનામ મળશે. નોબેલ પુરસ્કાર સમિતિએ જણાવ્યું કે ઇમૈન્યુએલ કારપેંટિયર અને જેનિફર ડૂડનાએ જનીન ટેકનોલોજીના સૌથી ઝડપી ઉપકરણ ક્રિસ્પર/કૈસ9 જેનેટિક સિસરની શોધ કરી છે. આ ટેકનોલોજીએ જીવ વિજ્ઞાન પર એક ક્રાંતિકારી પ્રભાવ પાડ્યો છે. બંને દ્વારા વિકસિત કરવામાં આવેલી આ ટેકનોલોજીનો ઉપયોગ કકરીને સંશોધકો પ્રાણીઓ, છોડ અને સૂક્ષ્મ જીવોના ડીએનએમાં બદલાવ કરી શકે છે. જે એકદમ સચોટ હોય છે. આ ટેકનોલોજી કેન્સરની સારવારમાં પણ ઉપયોગી થઇ રહી છે. ઉપરાંત જનની એટલે કે વંશ પરંપરાગત બિમારીઓની સારવારમાં પણ ઉપયોગી છે.
શરીરની અંદરની ક્રિયાઓ અંગે માહિતી મેળવવા માટે જનીન પર સંશોધન કરવું પડે છે. પહેલા આ કામ માટે સંશોધકોને ઘણો સમય લાગતો હતો, ઉપરાંત આ કામ ઘણુ મુશ્કેલ અને ક્યારેક તો અશક્ય થઇ જતું. ત્યારે આ નવી ટેકનોલોજીની મદદથી આ કામ એકદમ સરળ થયું છે.
ઇમૈન્યુએલ કારપેંટિયરનો જન્મ 1968ના વર્ષમાં ફ્રાંસના જુવિસી સર ઓર્ગ શહેરમાં થયો હતો. વર્તમાન સમયે તે જર્મન રાજધાની બર્લિનમાં કાર્યરત છે. તો જેનિફર ડૂડનાનો જન્મ 1964ના વર્ષમાં અમેરિકાના વોશિંગ્ટનમાં થયો હતો અને અત્યારે તેઓ કેલિફોર્નિયાના બર્કલીમાં પ્રોફેસર છે.