આબિદ, સરકારની વિન્ડરશની સહાય કરતી ટીમનો એક ભાગ છે, જે લાયક ઠરનાર લોકોને યુકેમાં રહેવાનો અને કામ કરવાનો તેમનો અધિકાર રજૂ કરવા અને વળતર માટે દાવો કરવા માટે જરૂરી દસ્તાવેજો મેળવવા માટે સમર્પિત ટીમ છે.
આજે આપણે આબિદ સાથે તેની ભૂમિકા વિશે વાત કરીશું.
તમે સરેરાશ અઠવાડિયા વિષે વર્ણન કરી શકશો?
સાચું કહું તો કોઈ એક અઠવાડિયું સરખું નથી. હું રોજના 15 થી 20 લોકો સાથે વ્યક્તિગત રૂપે વાત કરૂ છું. અને હું જે કૉલરો સાથે વાત કરું છું તેઓ વિવિધ વિવિધ વંશીય પૃષ્ઠભૂમિના છે – દરેકનો એક અનન્ય અનુભવ હોય છે.
વિન્ડરશ યોજનાઓ વિશે દક્ષિણ એશિયાના લોકોની સૌથી મોટી ગેરસમજ કઇ છે?
સંભવત: એવી માન્યતા છે કે જો તમે કેરેબિયન મૂળના હો તો જ તમને સહાય મળી શકે. હું પાકિસ્તાની પૃષ્ઠભૂમિનો છું અને તેમ છતાં મેં આ નોકરી શરૂ કરતા પહેલા વિન્ડરશ મુદ્દા વિશે સાંભળ્યું હતું. પરંતુ, મને લાગતું હતું કે તે મારા સમુદાયના લોકોને અસર કરશે નહીં. હું ખરેખર માનું છું કે ઘણા દક્ષિણ એશિયનો પણ આ રીતે વિચારે છે. કેમ કે આપણે ખોટી રીતે માની લીધું છે કે, એચએમટી એમ્પાયર વિન્ડરશ જહાજમાં કોઈ દક્ષિણ એશિયનો સવાર નહોતા. તેથી તેઓ આપમેળે “વિન્ડરશ જનરેશન”નો ભાગ બનતા નથી અને તેથી સહાય મેળવવા માટે તેઓ હકદાર નથી. યુકેમાં તેમની કાયદેસરની સ્થિતિ દર્શાવવામાં અસમર્થતાને લીધે આ યોજનાઓમાંથી તેઓ હેલ્થ કેર, ઘર અથવા નોકરી જેવી બાબતો તેમણે ગુમાવેલ છે.
બીજી ગેરસમજ એ છે કે અમે હોમ ઑફિસનો ભાગ હોવાને કારણે, લોકોની વિગતો ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટને આપવામાં આવશે, જેના પરિણામે તેમને અટકાયતમાં લેવામાં આવશે અથવા દેશમાંથી દૂર કરવામાં આવશે. આ બિલકુલ સાચું નથી અને તમે હેલ્પ ટીમના સભ્યને જે કહો છો તેની સાથે સંવેદનશીલતા સાથે વર્તન કરવામાં આવે છે અને ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટને તે આપવામાં આવશે નહીં. ફક્ત વિન્ડરશ મુદ્દા પર કામ કરવા માટે તાલીમ પામેલા લોકોને જ તમારી વ્યક્તિગત માહિતીનો એક્સેસ હશે.
તમે જે કાર્ય કરો છો તે વિશેની સૌથી મોટી ગેરસમજ શું છે?
લોકો વિચારે છે કે આ કામ નિરાશાજનક થઈ રહ્યું છે કારણ કે તમે એવા લોકો સાથે વ્યવહાર કરો છો જેઓ મુશ્કેલ સમયમાંથી પસાર થયા હતા – પણ મારે કહેવું છે કે તેવું મારા માટે નથી. હું આ જોબને સારી વસ્તુ તરીકે જોઉં છું, કારણ કે તમે સમાધાનનો ભાગ બનો છો, અને કોઈના જીવનમાં સકારાત્મક તફાવત લાવવામાં મદદ કરી શકો છે.
મારા મોટાભાગના સાથીદારો પણ આવું સાચા અર્થમાં અનુભવે છે, અને મારે પ્રમાણિકપણે કહેવું છે કે સમાન વિચારસરણી ધરાવતા લોકો સાથે કામ કરવાથી આ રોલ અને આ ટીમ, મને અત્યાર સુધી મળેવી શ્રેષ્ઠ છે.’’
આ રોલ માટે કઇ લાયકાત મહત્વપૂર્ણ છે?
તમે ઓર્ગેનાઇઝ્ડ હો, એક મજબૂત કમ્યુનિકેટર અને સમસ્યાઓ હલ કરવા માટે પ્રતિબદ્ધ હો તે જરૂરી છે. પરંતુ એક સૌથી મહત્વપૂર્ણ લાયકાત છે તે સહાનુભૂતિની છે, કારણ કે તમારે તે સમજવાની જરૂર છે કે તમે જે લોકોની સાથે વાત કરી રહ્યાં છો તેઓ પડકારજનક સમયમાંથી પસાર થયા છે. ભલે તેઓ તમારી સાથે તોછડા હોય, અથવા અસ્વસ્થ થઈ જાય, પરંતુ તમારે હંમેશાં પોતાની જાતને તેમની સાથે સરખાવવાની છે, તેમારે યાદ રાખવું જ જોઇએ અને ખ્યાલ હોવો જોઈએ કે તેઓ આમ ભય અથવા પીડાના કારણે કરી રહ્યા છે.
તમે દક્ષિણ એશિયન સમુદાયના સભ્યોને શું સલાહ આપશો
જો તમે અથવા તમારા માતાપિતા 1988ના અંત પહેલા બાંગ્લાદેશ, ભારત, પાકિસ્તાન અથવા શ્રીલંકા જેવા દેશોમાંથી યુકે આવ્યા હો, અને તમારૂ સ્ટેટસ સાબિત કરવામાં અસમર્થ છો, તો ફોન ઉપાડો અને વિન્ડરશ હેલ્પ લાઇનને કૉલ કરો.
આ નંબર પર મફત કૉલ કરી શકાય છે, અને તમે અમને જે કાંઇ કહો તે બધું અત્યંત ખાનગી રાખવામાં આવશે અને તેને ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ સાથે શેર કરવામાં આવશે નહીં.
તમને યુ.કે.માં કામ કરવાનો અથવા રહેવાનો અધિકાર છે તે સાબિત કરવા માટે તમારે કયા દસ્તાવેજની કે કાર્યવાહીની જરૂર છે તે જાણતા ન હો તો અમે તમને મદદ કરી શકીએ છીએ. અમને કૉલ કરો.
વિન્ડરશ યોજના અને વિન્ડરશ કોમ્પેન્સેશન સ્કીમમાંથી તમને સહાય મળી શકે છે તે જાણવા માટે, કયા જરૂરી દસ્તાવેજો જોઇએ છે તેની ખાતરી કરવા માટે GOV.UK/WindrushHelpTam વેબસાઇટની મુલાકાત લો અથવા સહાય માટે મફત હેલ્પલાઇન 0800 678 1925 પર કૉલ કરો.
Advertorial