રોજર ફેડરર અને સેરેના વિલિયમ્સે મેલબોર્નમાં 2021 ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ લેવાની બાબતને પુષ્ટી આપી છે. ઓસ્ટ્રેલિયન ઓપનમાં 50 ટકા સુધીની બેઠકો માટે પ્રેક્ષકોને મંજૂરી મળવાની ધારણા છે.
ટેનિસ ઓસ્ટ્રેલિયા વડા ક્રેગ ટાઇલીએ રવિવારે જણાવ્યું હતું કે રોસરે રવિવારે સવારે જાહેરમાં પુષ્ટી આપી છે કે તે ઓસ્ટ્રેલિયા આવશે. સેરેના વિલિયમ્સે પણ અહીં આવશે. તેથી અમે ખેલાડીઓ અંગે ઉત્સાહિત છીએ. 39 વર્ષીય વિલિયમ્સ ઇજાને કારણે ફ્રેન્ચ ઓપનમાં બીજા રાઉન્ડમાંથી બહાર નીકળી ગઈ હતી. ઓસ્ટ્રેલિયન ઓપન 18થી 31 જાન્યુઆરીએ રમાશે.