ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ન્યૂઝિલેન્ડને પાછળ છોડીને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના (ICC)ના તાજેતરના વર્લ્ડ રેંકિંગમાં ટી-20માં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે વન-ડે રેંકિંગમાં ભારતીય મહિલા ટીમે પોતાનું બીજુ સ્થાન યથાવત્ રાખ્યું છે.
ICCએક નિવેદનમાં જણાવ્યું હતું કે ટી-20 રેંકિંગમાં ઓસ્ટ્રેલિયા( 291 પોઈન્ટ) અને ઈંગ્લેન્ડ (280 પોઈન્ટ) સાથે ક્રમશ: પહેલા અને બીજા સ્થાન છે. આ વર્ષે ટી-20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચનારું ભારત 270 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. ભારતે ન્યૂઝિલેન્ડ(269 પોઈન્ટ)થી એક પોઈન્ટ આગળ છે. રેંકિંગમાં સૌથી મોટો સુધાર બ્રાઝિલે કર્યો છે જે 15 પોઈન્ટના ફાયદાથી 72માં સ્થાને પહોંચી ગયો છે. જ્યારે મલેશિયા 31માં સ્થાનથી 38માં સ્થાને સરકી ગયું છે.
વન ડે રેંકિંગમાં ભારત(121 પોઈન્ટ) અને ઈંગ્લેન્ડ(119 પોઈન્ટ)માંથી પ્રત્યેકે 4-4 પોઈન્ટ ગુમાવ્યા છે પરંતુ ક્રમશ: બીજું અને ત્રીજું સ્થાન યથાવત્ રાખ્યું છે. 6વાર વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ રેટિંગ પોઈન્ટની નિર્ધારણ કરતા સમયે 21 માંથી 20 વન ડે જીત્યા જેનાથી તેને આઠ પોઈન્ટનો ફાયદો થયો અને તેના હવે 160 પોઈન્ટ થઈ ચુક્યા છે. તેની બીજા નંબર પર રહેલા ભારત પર 39 પોઈન્ટની લીડ રમતના કોઈ પણ ફોર્મેટમાંમાં સર્વાધિક છે.