કોંગ્રેસના નેતા અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલનો કોરોનાનો રિપોર્ટ ગુરુવારે પોઝિટિવ આવ્યો હતો. અહેમદ પટેલે પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી કે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તાજેતરમાં સંપર્કમાં આવેલા લોકોને સેલ્ફ આઇસોલેટ થવા વિનંતિ કરું છું.
ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકી ગુરુવારે કોરોનાને મ્હાત આપી 101 દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા લઈ ઘરે પરત ફર્યા હતા. ગયા જૂન માસમાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને પહેલા વડોદરાની હોસ્પિટલ અને ત્યાર બાદ અમદાવાદના સોલાની સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેમની તબિયત વધુ ખરાબ થતાં તેમને વેન્ટિલેટર પર રાખવા પડ્યા હતા. 51 દિવસ સુધી તેઓ વેન્ટિલેટર પર રહ્યા હતા.