કોવિડ-19 સામેની લાંબી લડાઇ માટે કરવામાં આવેલા ખર્ચના કારણે સરકારના આયોજનો સાફ થઇ જશે. થિંકટેન્કે ચેતવણી આપી છે કે ચાન્સેલરે બજેટમાં કાપ મૂકવો પડશે, કર વધારવો પડશે અથવા વધુ ઋણ ઉધાર લેવું પડશે.
ધ ઇન્સ્ટીટ્યુટ ફોર ફિસ્કલ સ્ટડીઝે જણાવ્યું હતું કે ઋષિ સુનક દ્વારા રોગચાળા સામે લડવા માટે ફાળવવામાં આવેલા વધારાના £ 70 બિલિયનનો માત્ર ચોથો ભાગ ભવિષ્યના વર્ષોમાં પુનરાવર્તિત થશે તો પણ ટ્રેઝરીને આ વર્ષના બજેટમાં નિર્ધારિત કરતા વધુ પૈસા શોધવા પડશે અથવા કપાત કરવાની જાહેરાત કરવી પડશે.
સુનકે ઇકોનોમીને લગતી ટૂંકા ગાળાની સમસ્યાઓના કારણે ઓટમ બજેટ માટેની યોજનાઓ રદ કરી દીધી છે. પરંતુ કહ્યું છે કે તેઓ વર્ષના અંત પહેલા મલ્ટિ-યર સ્પેન્ડીંગ રિવ્યુ સાથે આગળ વધવાની યોજના ધરાવે છે. ચાન્સેલર 2021-22 માટેની યોજનાઓની જાહેરાત કરવાનું નક્કી કરી શકે છે.