બાળકોની ચેરિટી બાર્નાર્ડો દ્વારા COVID-19 દ્વારા અસરગ્રસ્ત નબળા શ્યામ, એશિયન અને લઘુમતી વંશીય બાળકો અને પરિવારોને સપોર્ટ કરવા માટે યુ.કે.ની પ્રથમ હેલ્પલાઈન આ અઠવાડિયે ગુરૂવાર તા. 1 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવનાર છે.
યુકેમાં તેના પ્રકારની આ પ્રથમ હેલ્પલાઈન, રોગનિવારક ટેકો, લાઇવ વેબચેટ સુવિધા, બિમારી, નિધન અને રોગચાળાને લીધે વધી રહેલા હેટ ક્રાઇમના ગુના જેવા મુદ્દાઓ સાથે કામ કરવા માટે સંઘર્ષ કરી રહેલા સમુદાયોને મદદ આપે છે, જેમાં ગરીબી, આર્થિક મુશ્કેલી અને આરોગ્ય સમસ્યાઓનો સમાવેશ થાય છે.
આ મહત્વપૂર્ણ સપોર્ટ સર્વિસ નેશનલ ઇમરજન્સી ટ્રસ્ટ (NET) સાથેની નવી ભાગીદારીનું પરિણામ છે, જેનુ ભંડોળ યુકેમાં ચોક્કસ જોખમ ધરાવતા જૂથોને લક્ષ્ય બનાવવા માટે વપરાય છે. £900,000ની ગ્રાન્ટ ઇન્સ્યોરંશ અને લાંબા ગાળાના બચત ઉદ્યોગ દ્વારા સ્થાપિત કોવિડ-19 સપોર્ટ ફંડ દ્વારા કોરોનાવાયરસ અપીલ માટેના £20 મિલિયનની પ્રતિબદ્ધતામાંથી લેવામાં આવશે. આ ફંડનો હેતુ કોવિડ-19 દ્વારા સખત અસરગ્રસ્ત લોકોનું સમર્થન કરવાનો છે, જેમાં ગરીબીમાં રહેતા પરિવારો અને બાળકોનો સમાવેશ થાય છે.
બાર્નાર્ડોની નવી હેલ્પલાઈન, પ્રશિક્ષિત નિષ્ણાત સલાહકારો અને ચિકિત્સકોની સલાહ, સાઇનપોસ્ટિંગ અને સપોર્ટ આપશે. જેઓ વિવિધ સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિના હશે અને વિવિધ ભાષાઓમાં વાત કરવામાં સક્ષમ છે.
સત્તાવાર આંકડા દર્શાવે છે કે શ્યામ લોકો સમાન વયના શ્વેત લોકો કરતા કોવિડ-19 સંબંધિત બીમારીઓથી ચાર ગણા વધારે મૃત્યુ પામે છે અને ગરીબી બાબતે શ્યામ અને એશિયન પરિવારોના બાળકોની સંખ્યા શ્વેત બાળકોની તુલનામાં લગભગ બમણી છે. આ બાળકો પૈકી ઘણાને શાળામાં પાછળ છોડી દેવામાં આવે છે.
બાર્નાર્ડોના સીઈઓ, જાવેદ ખાને કહ્યું હતું કે “યુકેમાં હજારો સંવેદનશીલ બાળકો અને પરિવારો કોવિડ- 19 કટોકટીનો ભોગ બન્યા છે. હું અંગત અનુભવથી જાણું છું કે શ્યામ, એશિયન અને લઘુમતી વંશીય સમુદાયોના કુટુંબો વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે. શ્યામ, એશિયન અને અન્ય લઘુમતી વંશીય પૃષ્ઠભૂમિના બાળકો માટે હેલ્પલાઇન નંબર 0800 151 2605 છે અથવા https: //helpline.barnardos.o ની મુલાકાત લો.