કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સોમવારે આક્ષેપ કર્યો હતો કે કૃષિ સંબંધિત નવા કાયદા ખેડૂતો માટે મોતની સજા સમાન છે. સરકાર સંસદની અંદર અને બહાર ખેડૂતોના અવાજને દબાવી દેવાનો પ્રયાસ કરી રહી છે.
રાહુલ ગાંધીએ તેમના ટ્વીટમાં એક ન્યૂઝ રિપોર્ટનો હવાલો આપ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે રાજ્યસભામાં કૃષિ બિલને બહાલી આપવામાં આવી ત્યારે વિરોધ પક્ષના સભ્યોએ તેમની બેઠક પર રહીને મત વિભાજનની માગણી કરી હતી. જોકે સરકાર એવું કહે છે કે વિરોધ પક્ષના સાંસદો હાજર ન હતા. આ સાથે જ મતવિભાજન વગર જ ધ્વની મતથી જ કૃષિ બિલ પાસ કરાવી દીધું.
કેન્દ્ર સરકાર રાજ્યસભામાં પસાર કરવામાં આવેલ કૃષિ બિલે ભલે કાયદાનું સ્વરૂપ ધારણ કર્યું છે, પરંતુ આ બિલ વિરુદ્ધ પણ ખેડૂતો દેખાવો કરી રહ્યા છે.