ભારતમાં કોરોના વાઇરસના કેસની સંખ્યા 60 લાખની નજીક પહોંચી છે. રવિવારે દેશમાં 88,600 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 49 લાખ લોકો કોરોનામાંથી રિકવર થયા હતા. તેનાથી રાષ્ટ્રીય રિકવરી રેટ 82.46 ટકા રહ્યો છે.
આરોગ્ય મંત્રાલયના રવિવારના સવાર આઠ વાગ્યા સુધીના ડેટા અનુસાર દેશમાં કોરોનાના કુલ કેસ વધીને 59,92,532 થયા છે, જ્યારે મૃત્યુઆંક વધીને 94,503 થયો છે. છેલ્લાં 24 કલાકમાં દેશમાં 1,124 લોકોના કોરોનાનાને કારણે મોત થયા હતા. દેશમાં કુલ રિકવર થયેલા લોકોની સંખ્યા વધીને 49,41,627 થયા હતા. હાલમાં દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 9,56,402 છે, જે કુલ કેસના આશરે 15.96 ટકા છે.