અમેરિકામાં 3 નવેમ્બરે પ્રેસિડેન્ટપદની ચૂંટણી યોજાવાની છે. અમેરિકન એડમિનિસ્ટ્રેશને દેશના અર્થતંત્રના મુખ્ય ક્ષેત્રોમાં મધ્યમ કુશળતા ધરાવતા લોકોને H-1B લાયક જોબ્સ માટે ટ્રેનિંગમાં રોકાણ કરવા ગુરુવારે 150 મિલિયન ડોલરની જંગી ફાળવણીની જાહેરાત કરી છે. ડીપાર્ટમેન્ટ ઓફ લેબરે જણાવ્યું હતું કે, તેમાં ઇન્ફર્મેન્શન ટેકનોલોજી, સાયબર સુરક્ષા, ટ્રાન્સપોર્ટ જેવા મુખ્ય ક્ષેત્રોનો સમાવેશ થાય છે. H-1B વીસાધારકો જે જોબ્સ માટે નિમાય છે, તેની તાલિમ માટે ગ્રાન્ટ પ્રોગ્રામનો ઉપયોગ સ્થાનિક કર્મચારીઓનું કૌશલ્ય વધારવા અને ભવિષ્યમાં તેને વિકસાવવા માટે શ્રમિકોની એક નવી પેઢીને તાલિમબદ્ધ કરવા માટે થશે.
ડીપાર્ટમેન્ટના એક નિવેદન મુજબ કોરોના વાઇરસ મહામારીએ લેબર માર્કેટમાં તો અવરોધ ઊભો કર્યો જ છે પણ, શિક્ષણ અને ટ્રેનિંગ આપનારા તેમ જ નોકરીદાતાઓને પણ આ અંગે ફરીથી વિચાર કરવા માટે મજબૂર કર્યા છે. આ પ્રોગ્રામ અંતર્ગત ટ્રેનર્સને ટ્રેનિંગની વ્યૂહરચનાઓ, ટ્રેનિંગ આપવાના નવા સાધનોનો લાભ લેવા અંગે ઓનલાઇન, ડિસ્ટન્સ તથા અન્ય ટેકનોલોજી સંબંધિત શિક્ષણ અંગે માહિતગાર કરવામાં આવશે.
સ્થાનિક જાહેર-ખાનગી ભાગીદારોના માધ્યમથી ગ્રાન્ટ આપનાર પોતાના સમુદાયોમાં મુખ્ય ઉદ્યોગ ક્ષેત્રોમાં મધ્યમથી ઉચ્ચ કુશળતાની આવશ્યકતા ધરાવતા H-1B પ્રોફેશન્સમાં રોજગાર માટે કારકિર્દી આગળ વધારવા માટે લોકોને ટ્રેઈનિંગની વ્યવસ્થા કરશે. ટ્રેઈનિંગ મોડેલનું સ્તર એક વિસ્તૃત શ્રેણી અને ઓન ધ જોબ ટ્રેનિંગ, અનુકૂળ ટ્રેઈનિંગ, અવલંબિત શ્રમિક ટ્રેનિંગ, રજિસ્ટર્ડ એપ્રેન્ટિસશિપ પ્રોગ્રામ્સ્ તથા ઉદ્યોગ માન્યતા પ્રાપ્ત એપ્રેન્ટિસશિપ પ્રોગ્રામનો સમાવેશ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે તાજેતરમાં જણાવ્યું હતું કે, અમેરિકામાં 14 સૌથી વધુ ભારતીય ટેકનોલોજીકલ કંપનીઝ માટે 2019-20માં શરૂઆતના રોજગાર માટે 6663 H-1B વીસાને મંજૂરી આપવામાં આવી છે.