ક્રિસમસ પહેલા યુ.કે.ના ચોથા ભાગના એટલે કે લગભગ 23% પબ અને રેસ્ટૉરન્ટ સરકારના ટેકા વિના બંધ થઇ શકે છે તેવી વ્યાપક સર્વેક્ષણમાં ચેતવણી આપવામાં આવી છે. ફેબ્રુઆરી સુધીમાં રોગચાળાને કારણે હોસ્પિટાલિટી સેક્ટરમાં 675,૦૦૦ નોકરીઓ જઇ શકે છે.
નવા વિશ્લેષણ દર્શાવે છે કે ઇંગ્લેન્ડમાં 10 વાગ્યે હોસ્પિટાલીટી ક્ષેત્રને બંધ કરવાથી મોડી રાતની આવકમાં લગભગ £750 મિલિયનની રકમ ઓછી થઇ શકે છે. તેમણે આગાહી કરી હતી કે કર્ફ્યુના નવા નિયમો જો છ મહિના સુધી રહેશે તો પરિસ્થિતિ વધુ ખરાબ થઈ જશે.
બ્રિટિશ બીઅર એન્ડ પબ એસોસિએશન, યુકે હોસ્પિટાલિટી અને બ્રિટીશ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇનકીપીંગ દ્વારા આ સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. આઠ હોસ્પિટાલિટી સ્ટાફમાંથી એક સ્ટાફને પહેલેથી જ રીડન્ડન્ટ કરવામાં આવ્યો છે, જ્યારે ઑક્ટોબરમાં ફર્લો યોજના સમાપ્ત થશે ત્યારે ઘણાં બધા લોકો નોકરી ગુમાવે તેવી ધારણા છે.
પબની રાત્રે 10 વાગ્યા પછીની આવક તેમના કુલ વેચાણના 4% જેટલી છે. હોસ્પિટાલિટી સેક્ટરના 100,000 થી વધુ પબ્સ, બાર અને રેસ્ટૉરન્ટ્સનો તેમાં સમાવેશ થાય છે. દર અઠવાડિયે તેઓ બંધ રહેનાર કલાકો દરમિયાન આશરે £32 મિલીયનની રકમ ગુમાવશે.