ચીનના શહેર વુહાનમાંથી ફ્રેન્ચ નાગરિકોને બહાર કઢવા માટે ગયેલા એરફોર્સના સૈનિકો માટે વાઇરસ પ્રોટેકશન અંગે દેશને ગેરમાર્ગે દોરવા બદલ ફ્રાન્સની સંરક્ષણપ્રધાને જુઠ બોલ્યા હોવાની કબુલાત કરી હતી. સંરક્ષણ પ્રધાન ફલોરેન્સ પાર્લીએ તપાસ કરી રહેલી સેનેટની સમિતિ સમક્ષ કરેલી કબુલાત ફ્રાન્સ સરકારની વિશ્વસનીયતા પર એક વધુ તમાચો હતો.
ઉલ્લેખનીય છે કે ફ્લોરેન્સે માર્ચમાં એક સરકારી ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે વુહાનમાંથી ફ્રાન્સના નાગરિકોને ફ્રાન્સ લાવવા ગયેલા સંરક્ષણ દળના તમામ સૈનિકો પરત ફરતાં તેમનો ટેસ્ટ કરી તેમને આઇસોલેટ કરાયા હતા, પરંતુ કોરોના મહામારીને નિયંત્રણ કરવા અંગે સરકારની ક્ષમતાની તપાસ કરી રહેલા સંસદના બંને ગૃહોએ તેમની વાત પર શંકા વ્યક્ત કરી હતી.