કોરોનાવાયરસના વધતા જતા વ્યાપ અને કોરોનાવાયરસની બીજી લહેરના પગલે ભાવિ લોકડાઉનની ચિંતાઓને કારણે રોકાણકારોને ડર છે કે બીજા કોવિડ લૉકડાઉનથી FTSE 100માંથી £50 બિલીયન સાફ થઇ જશે. સરકારના કડક લોકડાઉનના પગલાથી અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચે તેવો ડર સેવાઇ રહ્યો છે.
લંડનમાં શેરોને ત્રણ મહિનાથી વધુ સમયમાં તેનું સૌથી વધુ નુકસાન થયું છે. યુરોપ અને ઉત્તર અમેરિકા બંનેમાં ઇક્વિટીમાં તીવ્ર ઘટાડાના દિવસે યુકેના શેર બજારના અગ્રણી બેંચમાર્ક – એફટીએસઇ 100માં 200 પોઇન્ટ અથવા 3.4%નો ઘટાડો નોંધાયો હતો અને તે 5,804 પોઇન્ટ પર બંધ થયો હતો.
કોવિડ-19ની સારવારની આશા વચ્ચે ડબલ-ડિપ મંદી અંગેની ચિંતાઓથી યુકેની નોંધાયેલી કંપનીઓનું £ 50 બિલીયનનુ મૂલ્ય નાશ પામ્યું હતું. યુ.એસ.માં, ડાઉ જોન્સ 500થી વધુ પોઇન્ટ એટલે કે 1.8% ઘટીને 27,148 પર બંધ થયો હતો. એસ એન્ડ પી 500માં 1.2%નો અને ટેક-હેવી નાસ્ડેક 0.1% ટકા ઘટ્યો હતો.
વીટીબી કેપિટલના ગ્લોબલ મેક્રો સ્ટ્રેટેજિસ્ટ, નીલ મેક’કિનોને કહ્યું છે કે “ઘણા આર્થિક વિવેચકો માને છે કે બીજો લોકડાઉન મોટી અર્થવ્યવસ્થાઓ માટે વિનાશક બનશે અને છેલ્લા કેટલાક મહિનામાં જે નવીન આર્થિક રીકવરી થઈ છે તેને નુકસાન પહોંચાડશે. તે બેરોજગારી દર અને નાદારી દર બંનેમાં ખાસ કરીને નાના ઉદ્યોગો માટે નોંધપાત્ર વધારો કરશે.”