IPLની ઉદ્ઘાટન મેચે વિશ્વની કોઇપણ રમતમાં સૌથી વધુ દર્શકોનો વિશ્વવિક્રમ બનાવ્યો છે. મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચેની આઇપીએલ 2020ની પ્રથમ મેચને 20 કરોડ લોકોએ નિહાળી હતી. આ મેચે વિશ્વની કોઇ પણ સ્પોર્ટિંગ ઇવેન્ટ માટે વ્યુઅરશીપના સંદર્ભમાં ઇતિહાસ સર્જ્યો છે.
BCCIના સેક્રેટરી જય શાહે સોસિયલ મીડિયામાં પુષ્ટી આપી હતી કે બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC)ના જણાવ્યા અુસાર આશરે 20 કરોડ લોકોએ ટીવી અને ઓનલાઇન પ્લેટફોર્મ મારફત આ પ્રથમ મેચની મજા માણી હતી, જે વ્યુઅરશીપના સંદર્ભમાં કોઇપણ રમત માટેનો વિશ્વવિક્રમ છે.
ઇન્ડિયન પ્રીમિયમ લીગ (આઇપીએલની 13માં એડિશન માટે ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્તેજના હતા, કારણ કે કોરોનાના કારણે આ ટુર્નામેન્ટ રદ થવાની શક્યતા હતા. આશરે 4000 કરોડ રૂપિયા દાવ પર લાગતા બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)એ તેને યુએઇમાં શિફ્ટ કરવાનો નિર્ણય કર્યો હતો.