કૃષિ ખરડાના વિરોધમાં સંસદમાં અયોગ્ય વર્તન કરવા માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાયેલા વિરોધ પક્ષોના આઠ સાંસદ આખી રાત ધરણાં કર્યા હતા. છે. ઘણા નેતાઓએ જણાવ્યું હતું કે ઈતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે, જ્યારે સંસદ પરિસરમાં આખી રાત ધરણા કરવામાં આવ્યા હોય. ધરણાં કરી રહેલા સાંસદો માટે રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ મંગળવારની સવારે ચા લઈને પહોંચ્યા હતા. જોકે સાંસદોએ તેમની ચા પીવાથી ઈન્કાર કર્યો હતો.
ઉપસભાપતિ સાથે અયોગ્ય વ્યવહાર કરવાને કારણે જ આ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાંસદોએ રવિવારે કૃષિ બિલોના વિરોધમાં રાજ્યસભામાં રૂલબુક ફાડી હતી અને માઈકને તોડવાની કોશિશ પણ કરી હતી.
દરમિયાન હરવંશ સિંહની પ્રશંસા કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું, હરિવંશજી તે લોકો માટે ચા લઈને પહોંચ્યા, જેમણે થોડા દિવસો પહેલાં તેમની પર હુમલો કર્યો હતો. આ બાબત પરથી ખ્યાલ આવે છે કે હરિવંશજી કેટલા વિનમ્ર અને મોટા દિલના છે. હું દેશની જનતાની સાથે તેમને અભિનંદન પાઠવું છે.રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશે સભાપતિ વેંકૈયા નાયડુને પત્ર લખ્યો હતો. તેમણે સદનમાં વિપક્ષના વલણના કારણે થયેલા અપમાન અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેના વિરોધમાં તેમણે 24 કલાક ઉપવાસ કરવાની જાહેરાત કરી છે.