જુનાગઢ નજીક આવેલા ગીરનારનો પર્વત

જૂનાગઢ ખાતે ગિરનાર પર્વતના રોપ-વેની કામગીરી હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. હાલ રોપ-વેની કામગીરીમાં કેબલ, સિગ્નલ વગેરે સામાન લઈ જવાની તેમ જ તેના ચેકિંગ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. લોકડાઉનને કારણે પ્રભાવિત થયેલી ગિરનાર રોપ-વેની કામગીરી ફરી પુરજોશમાં શરૂ થઈ ગઈ છે.

ઓસ્ટ્રિયાથી આવેલી ટીમ દ્વારા ત્રણ ટ્રોલી દ્વારા ટ્રાયલ કરવામાં આવ્યું હતું, જે સફળ રહ્યું છે. રોપ-વેની કામગીરી પૂર્ણ થયા બાદ ટેસ્ટિંગ માટે બીજી ટીમ આવશે અને પેસેન્જર ટ્રાયલ કરશે. અત્યારે ઓસ્ટ્રિયાના ઇજનેર આ કામગીરી કરી રહ્યા છે. હાલ ટ્રોલી પણ ચલાવાઈ રહી છે. જોકે આ ટ્રોલી દ્વારા કેબલ, સિગ્નલનો સામાન લઈ જવા તેમ જ એના ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવશે.