યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેરે તેના પ્રથમ વાર્ષિક સંબોધનમાં ઇયુના સભ્ય દેશોને મજબૂત આરોગ્ય સંઘ ઊભો કરવા અનુરોધ કર્યો હતો. તેણે ગાઢ સહકાર ઉપર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, હજુ લોકો પારાવાર યાતના વેઠી રહ્યા છે. આપણે કટોકટી સામેની તૈયારીઓ મજબૂત બનાવી આરોગ્યના જોખમો સરહદની વાડાબંધી વિના પાર પાડવા જરૂરી છે. યુરોપિયન સંસદમાં ઉર્સુલા વોન ડેરે જણાવ્યું હતું કે, તેનું પંચ યુરોપિયન મેડીસિન એજન્સી તથા યુરોપિયન સેન્ટર ફોર ડીસીઝ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલને વધુ મજબૂત બનાવવા પ્રયાસ કરશે. તેણે બાયોમેડીકલ એડવાન્સ્ડ રીસર્ચ એજન્સી રચનાની જાહેરાત કરી હતી. વેક્સીન રાષ્ટ્રવાદ સામે ચેતવતા સભ્ય દેશોને સ્વાર્થી મનોવૃત્તિ છોડવા જણાવ્યું હતું.