કરીના કપૂર બીજી વખત માતા બનવા જઇ રહી હોવાથી તે ઝડપથી પોતાની ફિલ્મોના શૂટિંગ પૂરા કરવામાં વ્યસ્ત થઇ ગઇ છે.આમિર ખાન સાથેની આવનારી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાના શૂટિંગમાં હાલ વ્યસ્ત છે. હવે શૂટિંગનું બાકીનું શેડયુલ દિલ્હીમાં થવાનું છે. જેથી કરીના કપૂરે દિલ્હીની નજીક આવેલા પટૌડી પેલેસમાં રહેવાનો નિર્ણય કર્યો છે.
કહેવાય છે કે, સૈફ અલી ખાન પોતાની પ્રેગ્નન્ટ પત્ની માટે કોઇ રિસ્ક લેવા માંગતો નથી. તેથી પટૌડી પેલેસમાં રહેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેને અહીં શૂટિંગ માટે એક મહિનો સુધી રોકાવું પડે એમ છે. એટલું જ નહીં શૂટિંગ પર પહોંચવા માટે તેને રોજ લગભગ સો કિલોમીટરનું અંતર સડકમાર્ગે કાપવું પડશે.કરીનાનો નવાબ સૈફ અલી ખાન પુત્ર તૈમુર ૧૫મી ડિસેમ્બરે પેલેસ પહોંચવાના છે. પરિવાર પાછો ૧૬ ઓકટોબરના રોજ મુંબઇ પાછો આવશે.
મુંબઇથી નોકર-ચાકર, રસોઇયા અને તૈમૂરની દેખભાળ કરનારાને પણ લાવવામાં આવશે. કરીના પટોડી પેલેસમાં ૨૧ સપ્ટેમ્બરના રોજ પોતાનો જન્મ દિવસ અને ૧૫ ઓકટોબરના રોજપોતાના લગ્નની વર્ષગાંઠ ઊજવવાનું પ્લાનિંગ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, દિલ્હી નજીક આવેલો પટૌડી પેલેસ ૮૪ વરસ જનો છે. જેનું નિર્માણ ૧૯૩૫માં કરવામાં આવ્યું હતું. હાલ તેની કિંમત રૂપિયા ૮૦૦ કરોડ આંકવામાં આવે છે. આ પેલેસમાં ઘણા શૂટિંગો પણ કરવામાં આવ્યા છે.