લેબર નેતા સર કેર સ્ટાર્મરના ઘરના સભ્યને વાયરસનાં લક્ષણો જણાતા સોમવારે તા. 14ના રોજ કેર સ્ટાર્મર અઇસોલેટ થયા છે. સરકાર તેનું વિવાદિત ઇન્ટરનલ માર્કેટ બિલ પસાર કરાવ્યું હતું ત્યારે ખાસ કરીને સંસદમાં તેમની ખોટ અનુભવાઇ હતી. ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ કહ્યું હતું કે વડા પ્રધાને “આજે સવારે વિપક્ષી નેતા સાથે વાત કરી તેમને અને તેમના પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી.”
લેબર નેતાની ઑફિસે કહ્યું હતું કે ઘરના સભ્યએ વાયરસ માટે ટેસ્ટીંગ કરાવ્યું છે, અને “એનએચએસ માર્ગદર્શિકા અનુસાર, ટેસ્ટના પરિણામો અને NHSની સલાહ મુજબ તેઓ અઇસોલેટ થયા છે.
સોમવારથી ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સમાં છ કરતા વછુ લોકોને ભેગા નહિં થવાના કાયદા બાદ આ સમાચાર આવ્યા છે. યુકેમાં કોવિડ-19ના ચેપના દરમાં સતત વધારો થઇ રહ્યો છે.