અમેરિકાની એરોસ્પેસ કંપની નોર્થરોપ ગ્રુમેન કોર્પોરેશને પોતાના નવા લોન્ચ થનાર સિગ્નસ સ્પેસક્રાફ્ટનું નામ અવકાશયાત્રી કલ્પના ચાવલાના નામ પરથી રાખ્યું છે. આ અવકાશયાન ઈન્ટરનેશનલ સ્પેશ સ્ટેશનથી છોડવામાં આવશે. કલ્પના ચાવલા અવકાશમાં જનાર ભારતીય મૂળની પહેલી મહિલા અવકાશયાત્રી હતા. વર્ષ 2003માં અવકાશયાનમાં બનેલી એક દુર્ઘટનામાં તેમનું મૃત્યું થયું હતું. કોલંબિયા યાન 16 દિવસોની અવકાશ યાત્રા પર હતું અને દુર્ઘટના વખતે તે પૃથ્વી તરફ પાછું ફરી રહ્યું હતું.