બેન્ક ઓફ ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ગવર્નર માર્ક કાર્ની તેમની ઇએસજી ઇન્વેસ્ટમેન્ટ વ્યૂહરચનાને આગળ વધારવા માટે કેનેડાના ટોરોન્ટો સ્થિત બ્રુકફિલ્ડ એસેટ મેનેજમેન્ટમાં ઇન્વેસ્ટમેન્ટ બેન્કર તરીકે જોડાયા છે. તે એસેટ મેનેજમેન્ટ કંપની પર્યાવરણીય અને સામાજિક રોકાણોના ક્ષેત્રે કામ કરે છે.
બ્રુકફિલ્ડ એસેટ મેનેજમેન્ટ યુ.એસ.ની બ્લેકસ્ટોન પછીની બીજા ક્રમની સૌથી મોટી કંપની છે. જે £550 બિલીયનની સંપત્તીનું મેનેજમેન્ટ કરે છે. બ્રૂકફિલ્ડના ચિફ એક્ઝીક્યુટીવ બ્રુસ ફ્લેટએ જણાવ્યું હતું કે કાર્ની વાઇસ ચેરમેન તરીકે આ પેઢીમાં જોડાશે અને તેની ઇએસજી રોકાણની વ્યૂહરચના કરશે. તેઓ કેનેડિયન, આઇરિશ અને બ્રિટિશ નાગરિકત્વ પણ ધરાવે છે. કાર્નીએ માર્ચ મહિનામાં બેન્ક ઑફ ઇંગ્લેન્ડ છોડી તે પહેલાં કોવિડ-19 કટોકટી યુકેમાં આવી હતી અને સરકારે લોકડાઉન લાદ્યું હતું.
ભૂતપૂર્વ ગોલ્ડમેન સેક્સ બેંકર કાર્ની 2013 સુધી પાંચ વર્ષ માટે કેનેડાની સેન્ટ્રલ બેંકના ગવર્નર હતા. તે પછી તેમણે લંડનમાં થ્રેડનીડલ સ્ટ્રીટમાં પદ સંભાળ્યું હતું. તેઓ 2011થી આઠ વર્ષ સુધી જી-20ના ફાઇનાન્સીયલ સ્ટેબીલીટી બોર્ડના વડા પણ હતા. જ સમય દરમિયાન તેમને વિવિધ દેશોના નાણાં પ્રધાનો, વિવિધ દેશોની સેન્ટ્રલ બેંકના ગવર્નરો અને સોવરીન વેલ્થ ફંડના વડાઓ સાથે સંબંધો હતા.