એક ટ્રસ્ટી દ્વારા ઉશ્કેરણીજનક ઑનલાઇન પોસ્ટ્સ પછી એન્ટિસેમીટિઝમના તોફાનથી ઘેરાયેલી ચેરીટી ઇસ્લામિક રિલીફ વર્લ્ડવાઇડ (આઈઆરડબ્લ્યુ)ના તમામ હોદ્દેદારોએ રાજીનામુ આપી દીધું હતું. ટ્રસ્ટીએ એક પોસ્ટમાં યુએસના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામાને સ્ટાર ઑફ ડેવિડ તરીકે ઓળખાવી તેવા કપડા પહેરાવ્યા હતા.
બ્રિટનની સૌથી મોટી મુસ્લિમ ચેરિટીના આ ટ્રસ્ટી અને ડિરેક્ટરે આતંકવાદીઓને “હીરોઝ” ગણાવ્યા હતા અને ઇઝરાઇલને ઝિઓનિસ્ટ દુશ્મન ગણાવ્યું હતું. તેમણે સોશ્યલ મીડિયા પોસ્ટ્સ પર પણ ઇઝરાઇલ પર થયેલા આતંકવાદી હુમલાની પ્રશંસા કરી હતી. એક મહિનામાં બીજી વખત આવી ઉશ્કેરણીજનક ટિપ્પણી કરાતા સંસ્થાને તપાસનો સામનો કરવો પડ્યો છે.
બર્મિંગહામ સ્થિત ચેરિટીએ ગઈરાત્રે સ્વીકાર્યું હતું કે ફેસબુક પોસ્ટ્સ “અયોગ્ય અને અસ્વીકાર્ય” છે. તેના ટ્રસ્ટી મંડળના તમામ લોકો હટી જશે અને નીચે ઉભા રહેશે અને આજે “સંપૂર્ણ નવા બોર્ડ” ની પસંદગી કરવામાં આવશે.
ધ ટાઈમ્સે એન્ટિસેમિટીક પોસ્ટ્સ જાહેર કર્યા બાદ ગયા મહિને ટ્રસ્ટી હેશમત ખલિફાએ ડિરેક્ટરશીપમાંથી રાજીનામું આપ્યું હતું. તેમણે ઇઝરાઇલીઝને “વાંદરાઓ અને ડુક્કરોનો પૌત્ર” અને ઇજિપ્તના પ્રમુખને “યહૂદીઓનો ભડવો પુત્ર” કહ્યો હતો. તેમને £7 મિલિયનનો પોર્ટફોલિયો ધરાવતા આંતરરાષ્ટ્રીય એન્ડોવમેન્ટ ફંડના ડિરેક્ટર પદેથી પદ છોડવાની ફરજ પડી હતી. તેનું સ્થાન અન્ય ટ્રસ્ટી અને ડિરેક્ટર, અલમૌતાઝ તાયારા દ્વારા લેવામાં આવ્યું હતું. ડૉ. તાયારાએ પણ પોતાના અંગત ફેસબુક એકાઉન્ટ પરથી આતંકવાદી પેલેસ્ટિનિયન સંગઠન હમાસના નેતાઓનું વર્ણન “મહાન માણસો” તરીકે કર્યું હતું.