સોમવારે યોજાનારી કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકના થોડા સમય પહેલા જ મધ્ય પ્રદેશના બંને ભૂતપૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને દિગ્વિજય સિંહે સોનિયા ગાંધીને અધ્યક્ષ બનાવવાની વાત કરી છે. બંને નેતાએ એક પછી એક ટ્વીટ કરીને પોતાનું સમર્થન વ્યક્ત કર્યું છે. દિગ્વિજય સિંહે જણાવ્યું છે કે, તેને નહેરૂ- ગાંધી પરિવાર વગર કોંગ્રેસની કલ્પના કરી શકતા નથી અને પાર્ટીનો એક સામાન્ય કાર્યકર્તા અન્ય કોઈને પાર્ટી અધ્યક્ષના રૂપમાં સ્વીકાર કરશે નહીં.
ત્યાંજ કમલનાથે ટ્વીટ કર્યું કે, હું સોનિયા ગાંધીને અપીલ કરું છું કે તેઓ અધ્યક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટીને મજબૂતી પ્રદાન કરે અને કોંગ્રેસનું નેતૃત્વ કરે. તેમણે વધુમાં જણાવ્યું કે, મને ઈન્દિરા ગાંધી, સંજય ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની સાથે કામ કરવાની તક મળી. મને લગભગ 40 વર્ષો સુધી, લાંબા સમય સુધી સંસદ સભ્ય તરીકે કોંગ્રેસ પાર્ટીની સેવા કરવાની તક મળી.
હું વર્ષો સુધી કોંગ્રેસ પાર્ટીનો મહાસચિવ પણ રહ્યો. કોંગ્રસમાં નેતૃત્વ મુદ્દે કોંગ્રેસ પાર્ટીની વર્કિંગ કમિટીની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં રાહુલ ગાંધીએ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, જ્યારે પત્ર મોકલવામાં આવ્યો ત્યારે સોનિયા ગાંધી બીમાર હતા. તેમણે પત્રના સમય પર સવાલ ઉભા કરતા જણાવ્યું કે, જ્યારે કોંગ્રેસ મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં રાજકીય સંકટનો સામનો કરી રહી હતી ત્યારે સોનિયા ગાંધી બીમાર હતા, ત્યારે જ કેમ પત્ર મોકલવામાં આવ્યો.
સૂત્રોના જણાવ્યા મુજબ, રાહુલ ગાંધીએ સીડબ્લયુસી મીટિંગ દરમિયાન પત્રની ટાઈમિંગ પર સવાલ ઉભા કરતા જણાવ્યું કે ભાજપની સાંઠગાંઠ સાથે ત્યારે લખવામાં આવ્યો જ્યારે પાર્ટી સંઘર્ષની સ્થિતિમાં હતી. રવિવારે જાણકારી સામે આવી હતી કે કોંગ્રેસના 23 વરિષ્ઠ નેતાઓએ સોનિયા ગાંધીને પત્ર લખીને પાર્ટીના અધ્યક્ષની પસંદગી અને પાર્ટીમાં પરિવર્તન કરવાની માગ કરી હતી.