Getty Images)

ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 65002 કેસ નોંધાતા કુલ કેસ 2526192 થઈ ગયા છે. જોકે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ પણ સુધરી રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 57381 દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. આ સાથે જ આ આંકડો વધીને 1808936 સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા વધારે થઈ ગઈ છે.

જ્યારે છેલ્લા 24 કલાકમાં 996 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને 49036 સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે શનિવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના 668220 એક્ટિવ કેસ છે.

દેશમાં કોરોના વાયરસના સૌથી વધારે 572734 કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે જ્યારે 19427 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ 326245 કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી 5514 લોકો કાળનો કોળિયો બની ગયા છે. કર્ણાટકને પાછળ છોડીને આંધ્રપ્રદેશ આ યાદીમાં ત્રીજા સ્થાન પર પહોંચી ગયું છે. આંધ્ર પ્રદેશમાં 273085 કેસ નોંધાયા છે જ્યારે 2475 લોકો મોતને ભેટ્યા છે.

ત્યારબાદ કર્ણાટકમાં અત્યાર સુધીમાં 211108 કેસ નોંધાયા છે જ્યારે 3717 લોકોના મોત થયા છે. ત્યારબાદ પાંચમાં સ્થાન પર દિલ્હીમાં 150652 કેસ નોંધાયા છે જ્યારે 4178 લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારબાદ ઉત્તર પ્રદેશ 145287 કેસ સાથે છઠ્ઠા ક્રમાંક પર છે જ્યારે 110358 કેસ સાથે પશ્ચિમ બંગાળ સાતમાં ક્રમાંક પર છે. જ્યારે બિહાર આ યાદીમાં આઠમાં ક્રમ પર છે જ્યાં 98008 લોકો સંક્રમણમાં આવ્યા છે.

દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 21148100 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 764319 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 13263665 લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે 7120116 કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર બ્રાઝિલ, ત્રીજા સ્થાન પર ભારત અને ચોથા સ્થાન પર રશિયા છે.