અમેરિકાના સેનેટર કમલા હેરિસ વર્તમાન ધારણાઓ અનુસાર દેશના આગામી ઉપપ્રમુખ બને તો એ હોદ્દા ઉપર બિરાજમાન થનારા પ્રથમ મહિલા હશે. તેનો પારિવારિક ઇતિહાસ છેક 1960ના દાયકાના જમૈકા, ભારત અને બ્રિટીશ સામ્રાજ્ય સુધી પથરાયેલો છે. જો બિડેન નવેમ્બરની ચૂંટણી માટે પોતાના રનિંગ મેટ (ઉપ પ્રમુખપદ માટેના ડેમોક્રેટીક સાથીદાર તરીકે કમલા હેરિસને પસંદ કરે તેવી પ્રબળ શક્યતા છે. વર્તમાન પ્રવાહ જોતાં 77 વર્ષના બિડેન વ્હાઇટ હાઉસની સ્પર્ધામાં આગળ હોવાથી 55 વર્ષના કમલા હેરિસ પણ ઉપપ્રમુખપદ માટે લગભગ નિશ્ચિત ગણાય છે.
આવનારા વર્ષોમાં બિડેનની વયને ધ્યાનમાં લેતાં કમલા હેરિસ માટે ઓવલ ઓફિસમાં સ્થાન પણ ઉજળી શક્યતા છે.
કમલા હેરિસની પશ્ચાદ ભૂમિકા પણ બરાક ઓબામા જેવી જ છે. અમેરિકાના પ્રથમ અશ્વેત પ્રમુખ બનેલા ઓબામાના પિતા કેનિયન અર્થશાસ્ત્રી હતા. તેઓ બ્રિટીશ સંસ્થાનવાદમાં મોટા થયા હતા. ઓબામાના માતા ગોરા અમેરિકન હતા. તેમણે લગ્ન વિચ્છેદ પછી ઓબામાને મોટા કર્યા હતા. એક પુત્ર બાલાચંદ્રનના જણાવ્યા પ્રમાણે તેમના પિતાએ ભારતની આઝાદીની લડાઇમાં ગુપ્ત રીતે ઘણી મદદ કરી હતી.
આઝાદી પછી ભારતીય સિવિલ સર્વિસમાં મોભાપાત્ર સ્થાને રહેલા ગોપાલન અને તેમના પત્ની રાજમ પરંપરાની દરકાર રાખતા નહોતા. ગોપાલન અને રાજમની મોટી પુત્રી શ્યામલા (કમલા હેરિસના માતા) ક્લાસિકલ ભારતીય સંગીતમાં ઘણા ઇનામો મેળવી ચૂક્યા હતા. દિલ્હી યુનિવર્સિટીની મહિલા કોલેજ લેડી ઇર્વિનમાં અભ્યાસ કરનારા શ્યામલા પરંપરાગત દક્ષિણ ભારતીય પરિવાર વિચારી પણ ના શકે તેવા સાહસરૂપે અમેરિકા ગયા અને સગાઓને આઘાત લાગે તે રીતે અશ્વેત ડોનાલ્ડ સાથે લગ્ન પણ કર્યા હતા. શ્યામલા અને ડોનાલ્ડ 1964માં કમલા અને તે પછીના બે વર્ષમાં બીજી પુત્રી માયાનાં માતાપિતા બન્યા હતા.
કમલા અને માયા તેમના ભારતીય દાદાને પહેલી વખત આફ્રિકામાં મળ્યા હતા. ગોપાલન તે વખતે ભારત સરકારના ડેપ્યુટેશન ઉપર ઝામ્બિયાની મદદ કરવા ગયા હતા. 1971માં શ્યામલા અને ડોનાલ્ડના લગ્નનો અંત આવતા શ્યામલા ભારત મુલાકાત લેવા લાગતા કમલા અને તેના દાદા વચ્ચે નિકટતા વધી હતી.કમલા અને માયાને તેમના દાદા સાથેની નિકટતાથી અનેકવિધ વિષયોનું જ્ઞાન મળતું રહ્યું ત્યારે શ્યામલા પોતાની રીતે બ્રેસ્ટ કેન્સર સંશોધનમાં પ્રવૃત્ત રહ્યા. શ્યામલાએ ઓકલેન્ડમાં અશ્વેત સમુદાય વચ્ચે રહી સીંગલ મધર તરીકે બે પુત્રીઓનો ઉછેર કર્યો. કમલાએ અન્ય અશ્વેત બાળકોની સાથે પાડોશમાં સમૃદ્ધ ગોરાઓની પ્રાથમિક શાળામાં શિક્ષણ મેળવ્યું હતું.
અશ્વેત મિત્રો સાથે વસતા શ્યામલાએ પુત્રીઓને ભારતીય નામ કમલાદેવી ( હેરીસ) – લોટસ – ગોડેસ – ઈપવા ઉપરાંત ભારતીય ઝવેરાત પણ રાંધણકળાની ભેટ પી હતી. કમલા અશ્વેત બેપ્ટીસ્ટ ચર્ચ ઉપરાંત હિંદુ મંદિરમાં પણ જતા હતા.
કમલા હેરીસ વોશિંગ્ટનની ઐતિહાસિક અશ્વેત યુનિવર્સિટીમાં “લો” ભણ્યા બાદ ડિસ્ટ્રિક્ટ એટર્નીની ઓફીસમાં પ્રોસીક્યુટર બન્યા હતા. 2010માં એટર્ની જનરલ બનેલા કમલા છ વર્ષ પછી સેનેટની બેઠક ઉપર ચૂંટાયા હતા.
ગત વર્ષે ડેમોક્રેટીક પ્રમુખપદનું નોમિનેશન મળ્યા બાદ ઉપપ્રમુખપદના ઉમેદવાર માટે બિડેનની પસંદગીમાં મોખરે રહેલા કમલા હેરીસ આગામી ચૂંટણીમાં ટ્રમ્પનો પરાજય થાય તો ઉપપ્રમુખ બન્યા બાદ 2024ની ચૂંટણીમાં પ્રમુખપદના દાવેદાર પણ બની શકે છે, કારણ કે 2024માં 81 વર્ષન બિડેન બીજી ટર્મ માટે કદાચ દાવો ના પણ કરે. કમલા હેરીસ તેમની અશ્વેત ઓળખ માટે ગૌરવ વ્યક્ત કરતા જણાવે છે કે, તે અશ્વેત છે અને અશ્વેત તરીકે જ મરશે.