ભારતમાં થોડા સમયથી કોરોના સંક્રમિતોના કેસ સતત વધી રહ્યા છે. આ સાથે જ કોરોનાથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ ધીમે ધીમે વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે ગુરૂવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને સંક્રમણનો કુલ આંકડો 24 લાખની નજીક પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 66999 કેસ નોંધાતા કુલ કેસ 2396637 થઈ ગયા છે.
જોકે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ પણ સુધરીને 70.38 ટકા થઈ ગયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 56383 દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. આ સાથે જ આ આંકડો વધીને 1695982 સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા વધારે થઈ ગઈ છે.
જ્યારે છેલ્લા 24 કલાકમાં 942 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને 47033 સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે ગુરૂવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના 653622 એક્ટિવ કેસ છે.
દેશમાં કોરોના વાયરસના સૌથી વધારે 548313 કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે જ્યારે 18650 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ 314520 કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી 5278 લોકો કાળનો કોળિયો બની ગયા છે. કર્ણાટકને પાછળ છોડીને આંધ્રપ્રદેશ આ યાદીમાં ત્રીજા સ્થાન પર પહોંચી ગયું છે. આંધ્ર પ્રદેશમાં 254146 કેસ નોંધાયા છે જ્યારે 2296 લોકો મોતને ભેટ્યા છે.
ત્યારબાદ કર્ણાટકમાં અત્યાર સુધીમાં 196494 કેસ નોંધાયા છે જ્યારે 3510 લોકોના મોત થયા છે. ત્યારબાદ પાંચમાં સ્થાન પર દિલ્હીમાં 148504 કેસ નોંધાયા છે જ્યારે 4153 લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારબાદ ઉત્તર પ્રદેશ 136238 કેસ સાથે છઠ્ઠા ક્રમાંક પર છે જ્યારે 104326 કેસ સાથે પશ્ચિમ બંગાળ સાતમાં ક્રમાંક પર છે. જ્યારે બિહાર આ યાદીમાં આઠમાં ક્રમ પર છે જ્યાં 90321 લોકો સંક્રમણમાં આવ્યા છે.
દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 20620701 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 749358 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 12826901 લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે 12826901 કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર બ્રાઝિલ, ત્રીજા સ્થાન પર ભારત અને ચોથા સ્થાન પર રશિયા છે.