NHS ના આરોગ્ય અધિકારીઓ કહે છે કે પેરાસીટામોલ, આઇબુપ્રોફેન અને ઑપિઓઇડ જેવી દર્દશામક દવાઓ ક્રોનિક પ્રાથમિક પીડા માટે અયોગ્ય છે અને તે સારુ કરવાને બદલે વધુ નુકસાન કરી શકે છે તેમજ તેને પ્રાથમિક પીડાની સારવાર માટે સૂચવવાં જોઈએ નહીં. ‘નાઇસે’ જણાવ્યું હતું કે ‘’સામાન્ય રીતે વપરાતી દવાઓથી લોકોના જીવનની ગુણવત્તામાં કોઈ ફરક પડે છે કે નહિં તેના ‘ઓછા અથવા કોઈ પુરાવા નથી’.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ એન્ડ કેર એક્સેલન્સ (નાઇસ)એ ડ્રાફ્ટ માર્ગદર્શિકા, સોમવારે પ્રકાશિત કરતાં જણાવ્યું હતું કે ‘’પુરાવા છે કે તેઓ આદત પડી જવાની સાથે નુકસાન પહોંચાડી શકે છે. આશરે ત્રીજા ભાગની અડધી વસ્તી ક્રોનિક પીડાથી પ્રભાવિત થઈ શકે છે. જ્યારે આ સ્થિતિવાળા લગભગ અડધા લોકોને હતાશાનું નિદાન થાય છે અને બે તૃતીયાંશ તે કારણે કામ કરી શકતા નથી.