સદીઓના ઇંતેઝારનો અંતઃ વડાપ્રધાન મોદીએ રામ મંદિરનો શિલાન્યાસ કર્યો
સદીઓનાં લાંબા ઇંતઝાર બાદ અયોધ્યા રામજન્મભૂમિ રામ મંદિરનાં નિર્માણ માટે સજ્જ બન્યું છે. 5 ઑગષ્ટ, બુધવારનાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 વાગેને 44 મિનિટે રામ મંદિરનો પાયો મૂક્યો હતો. માત્ર 32 સેકન્ડનું શુભ મુહૂર્ત હતું. આ પહેલાં 31 વર્ષ જૂની 9 શિલાઓનું પૂજન કરવામાં આવ્યું હતું. ચાંદીની ઈંટોની પણ પૂજા કરવામાં આવી હતી. લગભગ 150 સાધુ-સંતો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા.
કોરોનાને કારણે, સોશિયલ ડિસ્ટન્સિંગની કાળજી લેવામાં આવી હતી. આ પહેલાં તેમણે હનુમાન ગઢી અને ત્યારપછી રામલલ્લાને સાષ્ટાંગ પ્રણામ કર્યા હતા. તેઓ રામલલ્લાના દર્શન અને હનુમાન ગઢી જનારા પહેલાં વડાપ્રધાન છે.રામમંદિર માટે સેંકડો લોકોએ પોતાના બલિદાન આપ્યા છે. રામમંદિર એ લાખો હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે. લગભગ સાડાત્રણ વર્ષ બાદ જ્યારે મંદિર તૈયાર થઇ જશે ત્યારે વિશ્વભરમાં વસતા રામભક્તોનું સ્વપ્ન સાકાર થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજન પછી સંબોધન કર્યું છે. તેમણે કહ્યું કે, અહીં મારું આવવું સ્વાભાવિક હતું. કેમકે રામ કાજ કિજે બિના મોહિ કહાં વિશ્રામ. ભારત આજે ભગવાન ભાસ્કરના સાનિધ્યમાં સરયુના કિનારે એક સ્વર્ણિમ અધ્યાય રચાઈ રહ્યો છે. સોમનાથથી કાશી વિશ્વનાથ, બોધગયાથી સારનાથ સુધી, અમૃતસરથી પટના સહિત સુધી, લક્ષદ્વીપથી લેહ સુધી આજે સમગ્ર ભારત રામ મય છે.
પહેલા પ્રભુ રામ અને માતા જાનકીને યાદ કરી લો. સિયાવર રામચંદ્રની જય, જય શ્રી રામ. આજે આ જયઘોષ ફકર સીતારામની નગરી આયોધ્યામાં જ સાંભળવા નથી મળતી, આની ગૂંજ સમગ્ર વિશ્વભરમાં સંભળાઈ રહી છે. દરેક દેશવાસીઓ અને દુનિયાભરમાં રહેતા કરોડો-કરોડો ભારતના ભક્તોને, રામભક્તોને આજે આ પવિત્ર અવસર પર કોટી-કોટી અભિનંદન. આ મારું સૌભાગ્ય છે કે રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મને બોલાવ્યો અને મને આ ઐતિહાસિક પળનો સાક્ષી બનવાનો અવસર આપ્યો. હું હૃદયપૂર્વક ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરું છુ.
આજે સમગ્ર દેશ આનંદિત છે, દરેકનું મન દીપમય છે. આજે સમગ્ર ભારત ભાવુક છે. સદીઓની પ્રતીક્ષા આજે સમાપ્ત થઇ છે. કરોડો લોકોને આજે વિશ્વાસ થઇ રહ્યો નહિ હોય કે તેઓ જીવતે જીવ આ પાવન અવસરને જોઈ રહ્યા છે. વર્ષોથી ટેન્ટની નીચે રહેતા રામલલા માટે એક ભવ્ય મંદિરનું નિર્માણ થશે. તૂટવું અને ફરી ઉભું થવું સદીઓથી ચાલી રહેલ આ ક્રમથી રામ જન્મભૂમિ આજે મુક્ત થઇ છે.
અહીં આવતા પહેલાં મેં હનુમાન ગઢીના દર્શન કર્યા. રામના બધા કામ હનુમાનજી તો કરે છે. રામના આદર્શોની કલિયુગમાં રક્ષા કરવાની જવાબદારી હનુમાનજીની છે. શ્રીરામનું મંદિર અમારી સંસ્કૃતિનું આધુનિક પ્રતીક બનશે. જાણીજોઈને આધુનિક શબ્દનો ઉપયોગ કરુ છું. આપણી શાશ્વત આત્મા અને રાષ્ટ્રીય ભાવનાનું પ્રતીક બનશે. આ મંદિર કરોડો લોકોની સામૂહિક સંકલ્પ શક્તિનું પ્રતીક બનશે. આગામી પેઢીને આસ્થા, શ્રદ્ધા અને સંકલ્પની પ્રેરણા આ મંદિર આપે છે. આ મંદિર બન્યા પછી અયોધ્યાની ભવ્યતા વધવાની સાથે સાથે આ વિસ્તારનું સમગ્ર અર્થતંત્ર જ બદલાઈ ગયું છે. દરેક ક્ષેત્રે નવા અવસર બનશે.
સંઘના સુપ્રીમો મોહન ભાગવતનું સંબોધન
અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજન બાદ સંઘના વડા મોહન ભાગવતે સંબોધન કર્યું હતું. તેમણે એક સંકલ્પ લીધો હતો. મને યાદ છે કે તત્કાલીન સરસંઘચાલક બાલા સાહેબ દેવરસે કદમ વધારતા પહેલા કહ્યું હતું કે 20-30 વર્ષ લાગશે. આજે આપણે આ સંકલ્પ મૂર્તિનો આનંદ લઈ રહ્યા છીએ. ઘણા લોકોએ બલિદાન આપ્યા છે, જે સૂક્ષ્મ રૂપે હાજર છે. કેટલાક એવા છે જે અહીં આવી શક્યા નથી. અડવાણીજી તેમના ઘરે બેઠા આ કાર્યક્રમ જોઈ રહ્યા હશે. સૌથી મોટો આનંદ એ છે કે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે જે વિશ્વાસ અને ભાવનાની જરૂર હતી, તે અનુષ્ઠાન પૂર્ણ થયું છે.
શક્ય તેટલાં લોકોને સાથે લઈને આગળ વધવાની એક પ્રક્રિયા હોય છે. તેનું આ અધિષ્ઠાન બની રહ્યું છે. પરમ વૈભવ સંપન્ન અને દરેકનું કલ્યાણ કરનારા ભારતના નિર્માણનો શુભારંભ આજે એ વ્યક્તિના હાથે થઈ રહ્યો છે જેના હાથમાં દરેકનું વ્યવસ્થાગત નેતૃત્વ છે. આ પ્રસંગે અશોક સિંઘલ અને રામચંદ્ર પરમહંસની હાજરી હોત તો એ બહુ સારું હતું
આજે આનંદ છે કે આપણે તે કરવાનું છે. હમણાં કોરોનાનો યુગ ચાલી રહ્યો છે, આખી દુનિયા વિચારી રહી છે કે ભૂલ ક્યાંથી થઈ અને માર્ગ કેવી રીતે મળે.
બે રસ્તો જોયા, ત્રીજો રસ્તો શું છે? આપણી પાસે ત્રીજો રસ્તો છે? આજ સુધી, જો આપણે પ્રભુ શ્રીરામના પાત્રને જોઈએ, તો પરાક્રમ, પુરુષાર્થ અને બહાદુરી આપણી અંદર છે. આજે, આ દિવસથી આપણને આ વિશ્વાસ અને પ્રેરણા મળે છે. તેમાં કોઈ અપવાદ નથી, કારણ કે દરેક રામના છે અને રામ દરેકના છે.
આપણે બધાએ આપણા મનની અયોધ્યા સજાવવી પડશે. આ ભવ્ય કાર્ય માટે દેવતા ભગવાન શ્રી રામ માનવામાં આવે છે તે ધર્મ, બધાની પ્રગતિ માટે બધાને જોડતો ધર્મ છે. તેમનો ધ્વજ લહેરાવીને, અમે એક એવું ભારત બનાવી શકીએ જે સૌની પ્રગતિની શોધ કરે. મન મંદિર કેવું હોવું જોઈએ, આપણા હૃદયમાં પણ રામનો વાસ થવો જોઈએ. બધા દોષો, વિકારો અને દુશ્મનોથી મુક્ત હોવું જોઈએ. સંસારની માયા ભલે કેવી પણ હોય તમારે દરેક રીતે વર્તવું જોઈએ.
રામ મંદિર માટે ભૂમિપૂજન બાદ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ત્યાં હાજર લોકોને સંબોધિત કર્યા. યોગી આદિત્યનાથે કહ્યુ કે પાંચ સદી બાદ આજે 135 કરોડ ભારતવાસીઓનો સંકલ્પ પૂરો થઈ રહ્યો છે. દેશમાં લોકતાંત્રિક રીતથી મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. યોગીએ કહ્યુ કે આ ઘડીની પ્રતીક્ષામાં કેટલીય પેઢીઓ પસાર થઈ ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂઝબુઝ અને પ્રયાસોના કારણે આજે સંકલ્પ પૂરો થઈ રહ્યો છે. અમે ત્રણ વર્ષ પહેલા અયોધ્યામાં દીપોત્સવનો કાર્યક્રમ શરૂ કર્યો હતો. આજે તેની સિદ્ધિ થઈ રહી છે.
મોદી 29 વર્ષ પછી અયોધ્યામાં
આ પહેલાં મોદી 1991માં અયોધ્યા ગયા હતા. ત્યારે ભાજપ અધ્યક્ષ મુરલી મનોહર જોશીએ તિરંગા યાત્રા કાઢી હતી અને યાત્રામાં મોદી તેમની સાથે હતા. મોદીએ 2019માં લોકસભા ચૂંટણી વખતે ફૈઝાબાદ-આંબેડકર નગરમાં એક રેલી સંબોધિત કરી હતી, પરંતુ અયોધ્યા નહતા ગયા.