કોરોના વાઇરસે માત્ર માણસોનો જ ભોગ લીધો નથી, મોટા અને નાના વેપારને પણ ખલાસ કરી નાંખ્યા છે. વિમાન ઉત્પાદન ક્ષેત્રની મોટી કંપની બોઇંગને તેના ૭૩૭ મેક્સ વિમાનોને ઓપરેશનંમાંથી દૂર કરવા અને કોરોનાની મહામારીના કારણે ચાલુ વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં ૨.૪ બિલિયન ડોલરનું નુકસાન થયું હતું.આ મહામારીએ લોકોની મુસાફરીની ક્ષમતા પણ ઘટાડી દીધી હતી. કંપનીએ બુધવારે કહ્યું હતું કે તેમની આવકમાં ૨૫ ટકાનો ઘટાડો થયો હતો જે તેમની અપેક્ષા કરતાં પણ ખરાબ છે.’હકીકત એ છે કે કોવિડ-૧૯ની અસર હજુ પણ ઉડ્ડયન ક્ષેત્ર પર પડવાની ચાલુ જ છે’એમ કંપનીના વડાએ કહ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે ‘ અમારા કોમર્શિયલ ગ્રાહકો પર આ દબાણનો અર્થ એ થયો કે તેઓ જેટની ખરીદીમાં વિલંબ કરે છે. ડીલિવરી ધીમી થઇ, પસંદગી કરેલી મેન્ટેનન્સને મોડી કરી અને ખર્ચ ઘટાડયો હતો.