અક્ષય કુમાર અને વાણી કપૂરની જોડી આગામી ફિલ્મ બેલ બોટમમાં દેખાશે તાજેતરમાં જ તેની જાહેરાત થઇ છે. હવે આ ફિલ્મમાંના એક વધુ સ્ટારકાસ્ટની પણ વાત બહાર આવી છે. કહેવાય છે કે લારા દત્તા આ ફિલ્મમાં વડાં પ્રધાનનું પાત્ર ભજવશે. મળેલા રિપોર્ટને સાચો માનીએ તો, લારા દત્તા આ ફિલ્મમાં મહિલા વડાં પ્રધાનનો રોલ કરશે.
જે ભારતના પૂર્વ સ્વ. મહિલા પીએમ ઇંદિરા ગાંધીથી પ્રેરિત હશે. જોકે આ બાબતે સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી. જો આમ થશે તો લારા દત્તા અક્ષય સાથે બીજી વખત ફિલ્મમાં જોવા મળશે. આ પહેલા પણ અભિનેત્રી અક્ષયની સિંહ ઇઝ બ્લિંગમાં કામ કર્યું છે.
લારા લાંબા સમય પછી કોઇ ફિલ્મનો હિસ્સો બનવા જઇ રહી છે. આ ફિલ્મનું શૂટિંગ અક્ષય વિદેશમાં કરવાનો છે. શૂટિંગની શક્યતા ઓગસ્ટ મહિનામાં થાય તેવી ચર્ચા છે. આ માટે અક્ષય અને ફિલ્મની સંપૂર્ણ ટીમ વિશેષ વિમાન દ્વારા જવાના છે તેવી પણ વાત હતા.