લેબનીસ રાજધાની બૈરૂતમાં બંદર વિસ્તારમાં પર સ્થાનિક સમય મુજબ સાંજના 6 વાગ્યે ભયાનક વિસ્ફોટ થયો છે અને ઓછામાં ઓછા 10 લોકો મોતને ભેટ્યા હોવાનું મનાય છે. જો કે વિસ્ફોટની ભયાનકતા જોતાં તેમાં ઘણાં બધા લોકો મરણ પામ્યા હોવાનું મનાય છે. વિસ્ફોટને પગલે અણુ ધડાકાની જેમ મશરૂમ જેવા વાદળો ઉઠ્યા હતા. દેશના આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે વિસ્ફોટમાં ઘણા લોકો ઘાયલ થયા છે.
આ વિસ્ફોટમાં પૂર્વ વડા પ્રધાન સાદ હરિરીના ઘરનો નાશ થયો હતો જો કે તેઓ સલામત હોવાનું તેમની ફ્યુચર મૂવમેન્ટ પાર્ટીએ જણાવ્યું છે. નાટકીય ફૂટેજમાં પ્રચંડ અગનગોળો ઉઠતો હોવાના અને બંદર વિસ્તારમાં ધૂમાડો છવાઇ જતો બતાવાય છે. લેબનોનના આતંકવાદી જૂથ હિઝબોલ્લાહના નજીકના સ્ત્રોતોએ આ વિસ્ફોટ ઇઝરાઇલી એજન્સીઝ દ્વારા કરવામાં આવ્યો હોવાની થિયરીઓ નકારી કાઢી હતી. ઇઝરાયેલે કોઈપણ સંડોવણીનો ઇનકાર કર્યો છે.
બૈરૂતની હોટેલ ડીઆઈ હોસ્પિટલમાં 500થી વધુ ઘાયલ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.જ્યારે લેબેનોનના રેડ ક્રોસે કહ્યું હતું કે તેમને ઘાયલ લોકોના પુશ્કળ કોલ મળી રહ્યા છે અને ઘણાં લોકો હજી પણ તેમના ઘરોમાં ફસાયેલા છે.
વિસ્ફોટ શહેરના બંદર ખાતે આવેલા વિસ્ફોટક સામગ્રી ભરેલા વેરહાઉસમાં થયો હોવાનું માનવામાં આવે છે. સાક્ષીઓએ આ વિસ્ફોટની તીવ્રતા ‘પરમાણુ બોમ્બ’ જેવી અને તેનો અવાજ સાયપ્રસમાં સંભળાયો હતો. વિસ્ફોટના કારણે આસપાસની ઇમારતો નાબૂદ થઇ ગઇ હતી અને ફાયરબ્રિગેડ હજૂ પણ આગ ઓલવી રહ્યું છે. બૈરૂતના મુખ્ય વિમાનમથક જે બંદરથી છ માઇલ દૂર છે તેને પણ વિસ્ફોટમાં નુકસાન થયું હતું.
વડા પ્રધાન હસન દિબે બુધવારે શોકનો દિવસ જાહેર કર્યો છે અને રાષ્ટ્રપતિ મિશેલ આઉનએ ‘તાકીદ’ સંરક્ષણ પરિષદની વાટાઘાટોને હાકલ કરી છે. આ મધ્ય પૂર્વી દેશ દાયકાઓમાં સૌથી ખરાબ આર્થિક અને નાણાકીય કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે અને દેખાવો પણ જોયા છે.