યુકે સરકારે સંયુક્ત રીતે વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદન ક્ષમતામાં શામેલ બ્રિટનની ગ્લેક્સોસ્મિથક્લાઇન (જીએસકે) અને ફ્રાન્સની સનોફી પાશ્ચર સાથે કોવિડ-19ના પ્રોયગીક વેક્સીનના અંદાજિત 60 મિલિયન ડોઝની ખરીદી કરવાના કરારની બુધવારે તા. 29ના રોજ ઘોષણા કરી હતી. સનોફીના ફ્લૂ રસી પેદા કરવા માટે વપરાયેલી હાલની ડીએનએ-આધારિત ટેકનીકના આધારે આ રસી બનાવવામાં આવી રહી છે.
યુકેના બિઝનેસ સેક્રેટરી આલોક શર્માએ જણાવ્યું હતું કે, “આપણા વૈજ્ઞાનિકો અને સંશોધનકારો અગાઉ ક્યારેય ન જોઈ હોય તેવી ગતિ અને સ્કેલ પર સલામત અને અસરકારક રસી શોધવાની દોડ લગાવી રહ્યા છે. આ પ્રગતિ ખરેખર નોંધપાત્ર છે, તો પણ હકીકત એ છે કે રસી શોધાવા અંગે કોઇ ખાતરી નથી. આમ મહત્વનું છે કે આપણે જીએસકે અને સનોફી જેવી આશાસ્પદ કંપનીની વહેલી તકે સુરક્ષિત રાખીએ, જેથી અમે જનતાનું રક્ષણ કરી શકીશું અને જીવન બચાવી શકીશું.
જો જીએસકે અને સનોફી તેના માનવ પરના અભ્યાસમાં અસરકારક સાબિત થશે તો યુકેને પ્રાધાન્ય મળશે. માનવીય પરનો તબીબી અભ્યાસ સપ્ટેમ્બરમાં શરૂ થશે અને ત્યારબાદ ડિસેમ્બર 2020માં ફેઝ 3નો અભ્યાસ થશે. સરકારે ચાર વિવિધ પ્રકારના રસીકરણ અને કુલ 250 મિલિયન ડોઝ માટે કરાર કરી લીધો છે.