જ્હૉન હોપકિન્સ યુનિવર્સિટીએ પ્રગટ કરેલા લેટેસ્ટ આંકડા મુજબ દુનિયાભરમાં કોરોનાગ્રસ્ત થયેલા લોકોનો આંકડો એક કરોડ પંચોતેર લાખથી વધુ થઇ ગયો હતો. કોરોનાથી થયેલા મૃત્યુનો આંકડો છ લાખ 78 હજાર પર પહોંચ્યો હતો.
કોરોનાની રામબાણ કે અકસીર કહેવાય એવી કોઇ સચોટ રસી યા સારવાર હજુ વૈજ્ઞાનિકો શોધી શક્યા નહોતા. યુનિવર્સિટીના સેન્ટર ફોર સિસ્ટમ સાયન્સ એન્ડ એંજિનિયરીંગ (CSSE) એ પોતાના લેટેસ્ટ અપડેટમાં આ વિગતો જણાવી હતી. આજે શનિવાર પહેલી ઑગષ્ટે સવાર સુધીમાં કોરોનાગ્રસ્ત થયેલા લોકોનો આંકડો એક કરોડ પંચોતેર લાખ સોળ હજાર બસો ચોસઠ અને કોરોનાથી થયેલા મૃત્યુનો આંકડો છ લાખ અઠ્યોતેર હજાર બસો છવ્વીસ પર પહોંચ્યો હતો.
CSSEએ જણાવ્યું હતું કે સૌથી વધુ કેસ અને સૌથી વધુ મૃત્યુ અમેરિકામાં થયા હતા. અમેરિકામાં પિસ્તાલીસ લાખ ઓગણસાઠ હજાર કેસ કોરોનાના થયા હતા અને એક લાખ ત્રેપન હજાર ત્રણસો અગિયાર જણના કોરોનાના કારણે મૃત્યુ થયા હતા. હજુ પણ દિવસે દિવસે કેસ અને મૃત્યુ આંક વધી રહ્યા હતા એમ આ રિપોર્ટમાં જણાવાયું હતું. બીજા ક્રમે 26 લાખ 62 હજાર 485 કેસ અને 92,475 મૃત્યુ સાથે બ્રાઝિલ રહ્યું હતું.
CSSEએ વિશ્વના તમામ દેશોના આંકડા પ્રગટ કરતાં જણાવ્યા મુજબ ત્રીજા ક્રમે ભારત આવતું હતું. ભારતમાં કુલ 16 લાખ 38 હજાર 827 કેસ થયા હતા. વિશ્વના અન્ય દેશોની વાત કરીએ તો રશિયામાં કોરોનાના 8 લાખ 38 હજાર 461 કેસ થયા હતા. દક્ષિણ આફ્રિકામાં ચાર લાખ ત્રાણુ હજાર 183, મેક્સિકોમાં ચાર લાખ 24 હજાર 637, પેરુમાં ચાર લાખ 7,492, ચીલીમાં ત્રણ લાખ 55 હજાર 667, બ્રિટનમાં ત્રણ લાખ 4,793, ઇરાનમાં ત્રણ લાખ 4,204, સ્પેનમાં 2,88,522, કોલંબિયામાં 2,86,018, પાકિસ્તાનમાં 2,78,305, સાઉદી અરેબિયામાં 2,75,905, ઇટાલીમાં 2,47,537, બાંગ્લા દેશમાં 2,37,661, તૂર્કીમાં 2,30,873, ફ્રાન્સમાં 2,25,196, જર્મનીમાં 2,10,399, આર્જેન્ટિનામાં 1,91,302, ઇરાકમાં 1,24,609, કેનેડામાં 1,18,265, કતારમાં 1,10,695 અને ઇન્ડોનેશિયામાં 1,08376 કેસ થયા હતા. દિવસે દિવસે આ આંકડો વધી રહ્યો હતો એમ CSSEના અહેવાલમાં જણાવાયું હતું.
આ રિપોર્ટમાં દસ હજારથી વધુ મૃત્યુ થયા હોય એવા દરેક દેશના મૃત્યુના આંકડા પણ રજૂ કરવામાં આવ્યા હતા. એ આંકડા આ મુજબ હતાઃ મેક્સિકો 46,688, બ્રિટન 46,204, ભારત 35,745, ઇટાલી 35,141, ફ્રાન્સ 30,268, સ્પેન 28,445, પેરુ 19,021, ઇરાન 16,766 અને રશિયા 13,939.