હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે ડાર્વેન અને લુટન સાથે બ્લેકબર્નમાં લોકડાઉનને હટાવવા માટે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે “ડાર્વેન અને લુટન કાઉન્સિલ સાથે બ્લેકબર્ન કાઉન્સિલ તેમના સ્થાનિક સમુદાયો સાથે કોરોનાવાયરસના કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં લેવા ઉત્તમ કામગીરી કરી રહી છે અને અમે તેમની સાથે સામૂહિક રીતે કામ કરવાનું ચાલુ રાખ્યું છે. નવીનતમ માહિતી દર્શાવે છે કે દેશના અન્ય વિસ્તારોની સરખામણીમાં આ વિસ્તારોમાં COVID-19ની ઘટનાઓ વધારે છે અને અમે આ ક્ષેત્રોમાં લોકડાઉન પગલાંને ચાલુ રાખવા સ્થાનિક અધિકારીઓને ટેકો આપવા સંમત થયા છીએ. આનો અર્થ ઇન્ડોર જીમ, સ્વિમિંગ પુલ અને અન્ય રમત અને કસરતની સુવિધાઓ તા. 25 જુલાઇએ ડાર્વેન સાથે લુટન અથવા બ્લેકબર્નમાં ફરી ખોલાશે નહીં.
“ઘણા લોકો અને કેટલાક ઉદ્યોગો માટે આ નિરાશાજનક બનશે, પરંતુ અમે સ્થાનિક નેતાઓ સાથે સંપૂર્ણ સંપર્કમાં છીએ કે આ વાયરસનો ફેલાવો અટકાવીને સ્થાનિક રહેવાસીઓને સુરક્ષિત રાખવાની પ્રાથમિકતા હોવી જોઈએ.