પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI એજન્ટ હોવાનો જેમના પર આરોપ લાગ્યો છે તે ટોની અશાઇ સાથે બોલિવુડ સ્ટાર્સના સબંધોનો ખુલાસો થયો છે. ટોની અશાઇનો જન્મ શ્રીનગરમાં થયો છે અને તેઓ ચંદીગઢમાંથી આર્કિટેક્ચરનો અભ્યાસ કરી બાદમાં યુએસ શિફ્ટ થઇ ગયા હતા. પાકિસ્તાનના નેતાઓ અને મોટા લોકો સાથેના તેઓના સબંધો જગજાહેર છે.
કાશ્મીરમાં આતંકવાદનું સમર્થન કરનારાઓની સાથે બોલિવૂડ સ્ટાર્સ શાહરૂખ ખાન અને ગૌરી ખાનના વ્યાવસાયીક સંબંધ હોવાનું માનવામાં આવી રહ્યું છે. અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતા આર્કિટેક્ટ ટોની અશાઈ અવારનવાર કાશ્મીર મુદ્દે ભડકાઉ નિવેદનો આપતા રહે છે.
ટોની અશઇને લઇને અલ ઇસ્કંદરે ટ્વીટ કર્યું છે કે આપણે બધાએ એ વાત પર ધ્યાન આપવું જોઇએ કે ટોની અશઇ તેમની રણનીતીના ભાગરૂપે બોલીવુડના તેના સબંધોનો ઉપયોગ કરી રહ્યો છે. શાહરૂખ ખાન એક દેશભક્ત છે અને તેને ટોની અશઇ જેવા લોકોની અસલીયતની ખબર નથી જે તેમના ફાયદા માટે તેમનો ઉપયોગ કરે છે.
ટોની અશાઇએ શાહરુખ ખાનની દુબઇ બિલ્ડિંગ અને લોસ એન્જલસના એપાર્ટમેન્ટની ડિઝાઇન તૈયાર કરી હતી. ટોનીનો અમેરિકામાં અભ્યાસનો ખર્ચ જેકેએલએફે ઉઠાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના ગૃહમંત્રી દેશમુખે આઈએસઆઈ લિંક મુદ્દે તપાસના આદેશ આપ્યા છે.
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વૈજયંત જય પાંડાએ દાવો કર્યો હતો કે બોલિવૂડની અનેક હસ્તીઓને પાકિસ્તાન સાથે લિંક છે. વૈજયંત જય પાંડાએ ટ્વિટમાં કહ્યું કે એવા ઘણાં દસ્તાવેજો છે જે સાબિત કરે છે કે બોલિવૂડના ઘણા દિગ્ગજોનો આઇએસઆઈ અને પાકિસ્તાન સાથે સંબંધો છે. જોકે તેણે કોઈનું નામ લીધું નથી.