- એક્સક્લુસીવ
બાર્ની ચૌધરી દ્વારા
વરિષ્ઠ સાઉથ એશિયન અને શ્યામ સંસદસભ્યો અને કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યોએ ગરવી ગુજરાતને કહ્યું છે કે ‘’વડા પ્રધાનના રેસ કમિશનમાં વિશ્વસનીયતાનો અભાવ છે અને તેમની પાસે “કઠોર પેનલ છે, જેનું મન પહેલેથી જ બનેલું છે”. કેટલાક ટૉરી નેતાઓએ કહ્યું હતું કે “બ્રિટનમાં સંસ્થાકીય, પ્રણાલીગત અને માળખાગત જાતિવાદના સળગતા મુદ્દાને લાંબા ઘાસમાં છુપાવી દેવા માટે આ નવીનતમ સમીક્ષાની રચના કરવાનો નંબર 10 પર આક્ષેપ કર્યો છે.
વેસ્ટમિન્સ્ટરના સ્ત્રોતે જણાવ્યું હતું. “ત્યાં ઘણા લોકો છે જેઓ વિચારે છે કે જો આપણે તેના વિશે વાત કરીશું તો આપણે આ દેશમાંના રેસ રિલેશન્સને નુકસાન કરીશું. મારો જવાબ એ છે કે શ્યામ અને એશિયન સમુદાયો પહેલેથી જ જાહેર સેવાઓ પર અવિશ્વાસ કરે છે. જે મુદ્દાઓને ઓળખી કાઢવામાં આવ્યા છે તેને સકારાત્મક અને આકર્ષક પ્રતિસાદ નહિં અપાય તો તેનાથી વધુ નુકસાનકારક અસર થશે.”
ગયા અઠવાડિયે બોરિસ જ્હોન્સને 10 વ્યક્તિની કમિશન પેનલ જાહેર કરી હતી જેનું નેતૃત્વ ચેરિટી જનરેટિંગ જીનિયસના વડા ડો. ટોની સીવેલ, સીબીઇ કરી રહ્યા છે. એક દાયકા પહેલા જાતિવાદ અંગેના વિવાદાસ્પદ મંતવ્યોને કારણે લઘુમતી સમુદાયો દ્વારા અધ્યક્ષ તરીકેની તેમની નિમણૂકની વ્યાપક ટીકા કરવામાં આવી છે.
2010 માં પ્રોસ્પેક્ટ મેગેઝિનમાં સિવેલે લખ્યું હતું કે “સંસ્થાકીય જાતિવાદના મોટા ભાગના માનવામાં આવેલા પુરાવા ખૂબ જ મામૂલી છે.” શાળાઓમાં નબળુ વાલીપણુ, પીઅર ગૃપ પ્રેશર અને તેમનુ પોતાનુ વર્તન તેમને નબળા બનાવે છે. તેઓ સંસ્થાકીય જાતિવાદના વિષયો નથી. તેઓ તેમના GCSEમાં નિષ્ફળ ગયા, કારણ કે તેમણે હોમવર્ક ન કર્યું, ધ્યાન ન આપ્યું અને તેમના શિક્ષકોનો અનાદર કર્યો.”
કન્ઝર્વેટિવ પાર્ટીના અન્ય એક સૂત્રએ કહ્યું કે, “તેમના વિચારો અપરાધજનક છે અને આવી વ્યક્તિ એ પદ પર છે.”
ભૂતપૂર્વ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ મિનીસ્ટર બેરોનેસ સેન્ડી વર્માએ ગરવી ગુજરાતને કહ્યું હતું કે, “જો કોઈ વિકલ્પ ન હોય તો, પરંતુ તે સમાધાન નથી. એક કમિશનની જરૂર હતી. હું ખુબ ચિંતિત થઈશ જો અધ્યક્ષ હજી પણ એમ માનતા હોય કે તે જાતીવાદ સંસ્થાકીય નથી. કમિશન દુર્ભાગ્યે અસંતુલિત છે અને તે આત્મવિશ્વાસ અને ભરોસા માટે કશું કરતું નથી.”
લોર્ડ્સમાં લિબરલ ડેમોક્રેટ્સના ઉપ-નેતા લોર્ડ નવનીત ધોળકિયાએ જણાવ્યું હતું કે ‘’મને લાગે છે કે તેઓ એ જ દલીલો સાથે આવશે જે આપણે 70 ના દાયકાના આરંભથી ફરી અને ફરીથી સાંભળીએ છીએ. મુદ્દાઓને લાંબા ઘાસમાં છુપાવવાના બદલે તેને સ્વીકારવાનું શરૂ કરવા જોઇએ જે મૂળભૂત રીતે ખોટા છે.’’
મેયર પદ માટે સીધા ચૂંટાયેલા પ્રથમ શ્યામ વ્યક્તિ બ્રિસ્ટોલના મેયર માર્વિન રીસે જણાવ્યું હતું કે ‘’સરકારે કમિશનને રસ ધરાવતા પક્ષોને પુરાવા પ્રદાન કરવાની તકો પૂરી પાડવી જોઇએ. આ શક્તિનો અત્યાધુનિક ઉપયોગ છે. સરકારે તપાસ કરતાં કાર્યવાહી કરવાની જરૂર છે.’’
બેરોનેસ વર્મા વિચારે છે કે જાતિ અને સમાનતાને ભલામણો અને અહેવાલોની રાહ જોવાની જગ્યાએ તાત્કાલિક ગંભીરતાથી લેવી અને સામનો કરવો જ જોઇએ.