બોલિવુડમાં જ્યાં એક બાજુ સેલેબ્સ કોરોના વાયરસ મહામારાની લીધે ઘરમાંથી બહાર નીકળી રહ્યા નથી ત્યાં કેટલાંય સ્ટાર્સ પોતાના સંબંધીઓને મળવા માટે બીજા શહેર પહોંચ્યા તો કેટલાંક દેશથી બહાર પણ જઇ ચૂકયા છે. થોડાંક સમય પહેલાં જ અનલોકની પ્રક્રિયા દરમ્યાન રાધિકા મદાન અને રકુલ પ્રીત જેવા સ્ટાર્સ પોત-પોતાના હોમટાઉન પહોંચ્યા હતા તો સની લિયોની અમેરિકામાં પોતાના પરિવારની પાસે પહોંચી ચૂકી છે.
આ સિવાય રાધિકા આપ્ટે પણ પોતાના પતિની સાથે લંડનમાં હાજર છે. તેણે હાલમાં જ એક તસવીર શેર કરી જેના પર ફેન્સે તેને ટ્રોલ કર્યો.રાધિકાએ લંડનમાં આવેલ એક લોકપ્રિય ભારતીય રેસ્ટોરાંને લઇ એક પોસ્ટ શેર કરી. આ તસવીરમાં રાધિકા સિવાય શેફ સુરેંદર મોહનને પણ જોઇ શકાય છે. રાધિકાને આ રેસ્ટોરાંનું જમવાનું એટલું બધું પસંદ આવ્યું કે તેણે એક સ્પેશ્યલ પોસ્ટ જ કરી નાંખી.
તેણે આ તસવીરના કેપ્શનમાં લખ્યું થેંક્યૂ મને આમ હોસ્ટ કરવા માટે અને ઘરાનું શાનદાર જમાડવા માટે. સુરેન્દર મોહન તમારો સ્ટાફ ખૂબ જ શાનદાર છે. હું મારા મિત્રોની સાથે અહીં એક વખત ફરી આવવા માંગીશ. તમારો ખૂબ ખૂબ આભાર. રાધિકાની આ પોસ્ટ પર સોનમ કપૂરે પણ કમેન્ટ કરી અને આ રેસ્ટોરાંને બેસ્ટ ગણાવી.
રાધિકાએ સોનમને પૂછયું કે તે આ રેસ્ટોરાંમાં કયારે આવી હતી.જો કે કેટલાંય એવા લોકો પણ હતા જેમણે રાધિકાની આ પોસ્ટ પસંદ આવી નહોતી કારણ કે તેણે માસ્કર પહેર્યું નહોતું.