દેશમાં કોરોના વાયરસનો કહેર હજુ સુધી યથાવત છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના સૌથી વધુ 40,425 નવા કેસ નોંધાયા છે અને 681 લોકોના મોત થયા છે. દેશમાં કુલ સંક્રમિત દર્દીઓનો આંકડો વધીને 11,18,043 થઈ ગયો છે.આ સાથે જ 22,664 લોકો સાજા થઈ ગયા છે.
અત્યાર સુધી કુલ 7,87,00 લોકો રિકવર થઈ ગયા છે. એક્ટિવ કેસની સંખ્યા 3,90,459 પર પહોંચી ગઈ છે. કોરોનાનો મૃત્યુઆંક વધીને 22,497 થઈ ગયો છે. આઈસીએમઆરે જણાવ્યું કે, 19 જુલાઈ સુધી દેશમાં કુલ 1,40,47,908 સેમ્પલની ટેસ્ટિંગ કરવામાં આવી છે. રવિવારે 2,59,039 સેમ્પલની ટેસ્ટિંગ કરવામાં આવી હતી.
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 3 લાખને પર પહોંચી ગઈ છે. રાજ્યમાં અત્યાર સુધી 3,10,455 કેસ નોંધાયા છે અને 11,854 લોકોએ આ જીવલેણ બીમારીને કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. તમિલનાડુમાં અત્યાર સુધી 1,70,00 લોકો કોરોના ઝપેટમાં આવી ગયા છે અને 2,481 લોકોના મોત થયા છે.