વિક્રમ શેઠની ક્લાસિક નવલકથા પર એંડ્ર્યુ ડેવિસ દ્વારા અનુરૂપ બનાવવામાં આવેલ 6 એપીસોડની ‘અ સ્યુટેબલ બોય’ ટીવી પીરીયડ ડ્રામા સીરીઝ તા. 26 જુલાઇથી બીબીસી વન પર રાત્રે 9 કલાકે શરૂ થઇ રહી છે. તાજેતરમાં જ નાના પડદા પર સેન્ડિટોન અને લે મિસરાબ્લને લાવનાર એંડ્ર્યુ ડેવિસ અંગ્રેજી ભાષાની સૌથી લાંબી નવલકથાઓમાંની એક સ્યુટેબલ બોયને ટીવી પર રજૂ કરી રહ્યા છે. આ શ્રેણીનું શૂટીંગ સમર 2019માં જ શરૂ કરાયું હતું.
વિક્રમ શેઠની ક્લાસિક નવલકથા 1951માં ઉત્તર ભારતના ચાર મોટા પરિવારોના નસીબને અનુસરે છે. 1950ના દાયકાની આ એપિક ફેમીલી ડ્રામામાં ભારતને મળેલી નવી સ્વતંત્રતાને પણ વણી લેવામાં આવી છે તો દેશની પ્રથમ ચૂંટણી માટેની તૈયારીઓ પણ દેખાય છે. યુનિવર્સિટીની વિદ્યાર્થી લતા, તેના લગ્ન કરાવવા માટે “યોગ્ય છોકરો” શોધવાની તેની માતાના પ્રયત્નોને નકારી કાઢી પોતાની સ્વતંત્રતા માટેનો રસ્તો કાઢવા સંકલ્પબદ્ધ છે. દરમિયાનમાં પારિવારીક લગ્નમાં તેનો પરિચય યુવાન માન સાથે થાય છે. માન સુંદર સઇદા બાઇ પાછળ પાગલ થાય છે. જે તેના રાજકારણી પિતા માટે શરમજનક છે.
ઓસ્કર અને બાફ્ટા નોમિનેટેડ ડિરેક્ટર મીરા નાયર (મોનસૂન વેડિંગ, ધ નેમસેક) પ્રોજેક્ટને હેલ્મિગ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે “વિક્રમ એક મુક્ત ભારત અને આપણા લોકોની સમજશક્તિ, સ્પષ્ટતા અને પ્રેમની વાર્તા કહે છે. હું આ સીરીઝ બનાવવામાં નિમીત્ત બની છું તે બદલ ગર્વ અનુભવું છું. ભારતીય ઉપખંડના સુપ્રસિદ્ધ અને અદભૂત અભિનેતાઓના મિશ્રણ સાથે, ઉત્તર ભારતના મહેલો, ગામડાઓ અને શેરીઓમાં તેનુ સંપૂર્ણ શૂટિંગ દ્વારા અમે વૈકલ્પિક ભારતના ઇતિહાસ અને સ્વપ્નને જીવંત રાખીશું.”
લેખક વિક્રમ શેઠે કહ્યું હતું કે “અમે બધા ઉત્સાહથી માનીએ છીએ કે આ શ્રેણી ભારતીયમાં ફિલ્માવી જોઈએ, અને અમને મહાન સ્થાનો અને અદભૂત કલાકારો મળ્યા છે. મને વિશ્વાસ છે કે તેઓ મારા પાત્રોને જીવન આપશે.”
નવોદિત તાન્યા મણિક્તાલા લતાની ભૂમિકા ભજવશે, જ્યારે બોલિવૂડની ફિલ્મો બિયોન્ડ ધ ક્લાઉડ્સ અને ધડકની ભૂમિકાઓ માટે જાણીતા ઇશાન ખટ્ટર હેડોનિસ્ટિક માનનુ પાત્ર ભજવશે. કાસ્ટમાં સુપ્રસિદ્ધ ભારતીય ફિલ્મ અભિનેત્રી તબ્બુ (લાઇફ ઓફ પાઇ) સઇદા બાઇનુ પાત્ર ભજવે છે. મહિરા કક્કર શ્રીમતી રૂપા મેહરાનુ પાત્ર ભજવે છે.
‘અ સ્યુટેબલ બોય’ શ્રેણીના પ્રથમ ટ્રેઇલરને જોવા ક્લીક કરો. https://bit.ly/2C4GDmo